ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૨)
ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૨)
વાઘેલા - સોલંકી - જાડેજા - ઝાલા રાજવંશ ઈતિહાસ
વાઘેલા રાજવંશ ઈતિહાસ
ઉત્તપત્તિ ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા.
તે પુરુષ નું નામ ચાલુક્ય દેવ નામ રાખ્યું રાખ્યું. તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી રાજા થયા. તેમના પુત્રો 2 પુત્રો થયા. રાજ બીજ જેઓ ઈસ 900 માં વઢવાણ આવ્યા..રાજ સોલંકી ને 2 પુત્રો થયા જેમને બે પત્ની હતા.
પહેલા પત્નીનું નામ લીલાદેવી હતુ. ચાવડા રાજવંશ ના કુંવરી હતા.
બીજા પત્ની નું નામ રાયાજી હતું. જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.
ભુવડ દેવ ને બે પુત્ર થયા લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા. કેરાકોટ જામકુળ
ના દીકરી રયાજી ને સકાયત વાઘેલા થયા..
ગુજરાત મા સોલંકી ની મુખ્ય 2 શાખા થઈ. ત્યાર બાદ 16 શાખા.
મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ….
નાના ભાઈ ની શાખા સકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલ ગામે...
સકાયત સોલંકીની હત્યા થયાં થયા બાદ તેમના પત્ની તેમના પુત્રને
મુકીને તેમની પત્ની સકાયત પાછળ સતી થયા.
ઐતિહાસિક આઠકોટવાળું શહેર. આટકોટ, જી. રાજકોટ ની પવિત્ર ભૂમિ પર
સમગ્ર વિશ્વના વાઘેલા રાજપૂતોના પ્રથમ રાજપુરૂષ તથા વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક
મહારાજ શ્રી વ્યાઘ્રદેવજી જન્મ તથા ઉછેર જ્યાં થયેલો અને જ્યાં કુળદેવી તરીકે અંબાજી
માતાને અપનાવેલ તે પવિત્ર ભૂમિનો આજે ઈતિહાસ ગવાહ છે.
પાછળ મુકી ગયેલા બાળક ને જંગલમાં રડતું જાણીને વાઘણની નજર બાળક પર પડી. વાઘણે બાળકને ધવરાવીને શાંત કર્યુ. આ રીતે વાઘણ નું દુધ
પીને ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું . એક વખત જંગલ માં શિકાર કરવા નીકળેલ મૂળરાજસિંહ
સોલંકી વાઘણ ને બાળક ધાવતો હતો તે જોઈ ગયા. વાઘણ ના ગયા પછી મૂળરાજે બાળકને
ઉપાડયું, ત્યાં જ આકાશવાણી થઈ કે "તારા ઓરમાન સકાયત નો કુમાર છે અને વાઘેસ્વરી
માતાએ તેનું રક્ષણકર્યુ છે". આથી મૂળરાજસિંહ સોલંકીએ તેને સાથે લઈ તેનું "વ્યાધ્રદેવ" નામ પાડયું.
તેમના વંશજ વાઘેલા વંશ તરીકે ઓળખાયા વ્યાઘ્ર દેવના માતા શ્રી વ્યાઘ્ર દેવ ને ક્ષેમકલ્યાણી
માતા ના મંદિરે મૂકી ને પોતાના પતિ પાછળ સતી થયા હતા.. વ્યાઘ્ર દેવ નો ઉછેર મૂળરાજ
કરે છે. વ્યાઘ્ર દેવ મોટા થતાં એમને
વાઘેલા ગામ ની જાગીર આપી તેઓ મોટા થતાં કાસી એ ગયા ત્યાં થી તેઓ રેવા રાજ્ય ગયા. ત્યાં ના રાજા કરણ શેને વ્યાઘ્રાદેવ નું પરાક્રમ જાણી તેમની કુંવરી સ્તનમતી ને વ્યાઘ્ર દેવ સાથે પરણાવી રેવા નુ રાજ્ય વ્યાઘ્રાદેવ
ને સોંપ્યું ત્યાર થી વાઘેલા વંશ ની સ્થાપના થઈ.
તેમના પાંચ પુત્ર થયા જેમાં સૂરત દેવ પોતાના વંશજો ની જન્મ ભૂમિ ગુજરાત આવ્યા તેમની વ્યાઘ્રાપલ્લી માં જાગીર હતી. ત્યાં રાજ્ય ની સ્થાપના
કરી ગુજરાત બહાર મધ્યપ્રદેશ થી વાઘેલા ના પૂર્વજો પાટણ આવ્યા. ત્યાં સતા સ્થાપી ત્યાર બાદ તેઓ અલગ અલગ પ્રાંત મા વસ્યા થોડા કચ્છ માં પણ ગયા.
આ વ્યાધ્રદેવના વંશજો વાઘેલા કહેવાયા.
મૂળ પુરુષ વ્યઘરદેવ રેવા બાંધવ ગઢ.
ગુજરાત મા શાખા ઉતરી વ્યાઘ્ર દેવ ના પુત્ર સુરતદેવ વ્યાઘ્ર પલ્લી ગામે આવ્યા તેમના
પુત્ર એ કુન્દર કચ્છ મા જાગીરી કરી.
વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક મહારાજ શ્રી વ્યાઘ્રદેવજીને તે સમયના પાટણના મહારાજા
મૂળરાજ સોલંકી કે જે પાટણની ગાદીના મૂળ હક્કદાર તેના ઓરમાન ભાઈ રાકાયત (મહારાજ શ્રી
વ્યાઘ્રદેવજીના પિતા) ના મામા કચ્છના પ્રતાપી રાજા લાખા ફુલાણીએ રાજકોટ પાસે આઠકોટવાળું
શહેર આટકોટ વસાવી તેમાં રાખ્યા હતા. ત્યારબાદ મૂળરાજ સોલંકી સામેના યુધ્ધમાં આટકોટ
ખાતે લાખો ફુલાણી અને રાકાયત શહીદ થઈ ગયેલા તથા તેમના રાણી સતીએ માં અંબાજીના શરણે
તેમના પુત્ર વ્યાઘ્રદેવને . ત્યારબાદ તેમના પાંચ પુત્રો પૈકી એક પુત્ર સુરતદેવ ગુજરાતમાં
પાછા આવ્યા અને સોલંકી સમ્રાટ દ્વારા ગરાસમાં મળેલ ધવલનગરી હાલનું ધોળકા માં પોતાની ગાદી સ્થાપેલી. ત્યારબાદ
વિક્રમ સંવત ૧૩૦૦ માં સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભોવનપાળને હરાવીને પાટણની ગાદી
ઉપર વાઘેલા વંશના પ્રથમ ચક્રવર્તી સમ્રાટ મહારાજા બિરાજમાન થયા હતા. અને આ રીતે ગુજરાતની
ગાદી ઉપર વાઘેલા વંશનો ઉદય થયો હતો...
વાઘેલા રાજપૂત સમાજના ગામોની યાદી:-
(૧) ધોળકા:- કાવિઠા, ધીંગડા, સીમેજ, કૌકા, આંબારેલી, મોટી બોરુ, ઉતેલીયા, લોલીયા, ગાણોલ, રાસમ, રુપાવટી, આંબલીયાળા, ગાંગડ, છબાસર, વૌઠા, ડુમાલી, ભાત,ધનાળા, બરોડા, ઢેઢાળ, કોઠ, રઢુ, સાથળ
(૨) સાણંદ:- કુંવર, લેખમ્બા, વાસણા, ઝાંપ, મખીયાવ, કુંડળ, બકરાણા, ઈયાવા, લોદરીયાલ, વિંછીયા, કોદાળીયા, મોડાસર, નાનોદરા, ખોડું, રેથળ, પીપણ, દદુકા, કાણેટી, ગોધાવી, ગરોડીયા
(૩) કલોલ:- લિંબોદ્રા,પેથાપુર, પીંડારડા,પીપળજ, બિલોદ્રા
(૪) સાબરકાંઠા-બનાસકાંઠા:- પોઈચા, થરાદ, ભોરડું, મોરવડા, દિયોદર, સોરઠા, ફોરણા, પાલડી, ઉવાણા, ધ્રણસોલ, વાતમ, ઝાલોઢા, ધનકવાડા, રામસેણ, ડુઆ, ગોધાણી, પોશીના(ઈડર)
(૫) કચ્છ: - પલાસવા, ગેડી, બેલા, ભીમાસર, મઉવાળા, દાટાવાડા, ભુટકીયા, ઉમૈયા
(૬) બંધીયા(ગોંડલ), ભાંડેર(ઉપલેટા), ડભોઈ, બગથળા(મોરબી)
(૭) જેગડવા(તા.ધ્રાગધ્રા. જી.સુ.નગર) ૧૨૫(ખોયડા)
(૮) મધ્યપ્રદેશ:- રેવા, કસોટા(શીવરાજપુર), તીરવાહ, ભદ્રોહી
(૯) કાંકરેજ જાગીરદારના ગામો
(1) થરા ...૪૨ ગામ જાગીર
(2) રાણકપુર ...૧૨ ગામ જાગીર
(3) વડા ...૧૨ ગામ જાગીર
(4) ભલગામ ૭ ગામ જાગીર
(5) ઉણ ..૭ ગામ જાગીર
(6) અન્ય ૭ ગામ ......
સોલંકી રાજપુત સ્ટેટ
લુણાવાડા ( સ્ટેટ મુખ્ય ), જનોડ (નાનીજાગીર છે), વાંસદા સ્ટેટ, સાઠંબા , મોટી મોરી (મેધરજ) , ઉતર ગુજરાત માં કાલરી ગઢ મુખ્ય ગણાય. પછી તેમના ભાયાત ની નાની જાગીરો
છે. તે પછી કંબોઇ (ચાણસ્મા વાળુ) તથા ભાયાતી જાગીરી ગામો.
ત્યાર બાદ ગુજરાત માં ઝાલા વંશ, જાડેજા વંશ, ચુડાસમા વંશ, ગોહિલ વંશ, જેઠવા વંશ, રાઠોડ વંશ, ચૌહાણ વંશ, પરમાર વંશ, સોઢા વંશ તમામ રાજપુતો નું ગુજરાત
માં આગમન થઈ ગયુ હતું અને અલગ અલગ પ્રદેશ મા સત્તા સ્થાપી અને ગામ-ગરાસ મેળવેલ હતા.
સૌરાષ્ટ્ર માં દરબારો ના ૨૨૨ રજવાડા હતા જેમાં કાઠી, જેઠવા, જાડેજા, વાળા, પરમાર, ઝાલા, ગોહિલ, ચુડાસમા, સરવૈયા, રાયઝાદા. આ તમામ ગરાસદાર રાજપુતો એ સૌરાષ્ટ્ર માં સત્તા ભોગવી હતી.
જેઠવા રાજપુત સ્ટેટ સૌપ્રથમ મોરબી સત્તા સ્થાપી ત્યાર બાદ કાયમ માટે સત્તા બનાવી
પોરબંદર વસ્યા.
જાડેજા રાજપુત (જાડેજા રાજપુત ઇતિહાસ)
જાડેજા રાજવંશ ગુજરાત નો મોટો રાજવંશ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ માં 700 થી વધુ ગામો છે. આઝાદ પેલા ૨૩૦૦
ગામ પર જાડેજા નું શાસન રહ્યું છે.
થોડા સમય પેલા જામ નરેશ ને પ્રદ્યુમ્નજી ના વારિસદાર માની ને સંપત્તિ માં હક હિસ્સો મળ્યો હતો. મહાભારત બાદ ઇતિહાસ ના બે મોટા યુદ્ધ પણ જાડેજા રાજપુતો એ લડ્યા હતા.
ભુચર મોરી અને જારા ના યુદ્ધ.
જાડેજા રાજપૂત ના સ્ટેટ અને ઠિકાનાભુજ
મોરબી
રાજકોટ
નવાનગર
ધ્રોલ
ગોંડલ
વીરપુર
કોટડા સાંગાણી
ખીરસરા
જાળીયા દેવાની
ગઢકા
ગવરીદડ
પાલ
શાપર
લોધીકા
કોઠારીયા
રાજપરા
ઝાલા રાજપૂત (ઝાલા રાજવંશ નો પરિચય)
કાઠિયાવાડ માં અનેક રાજકુળ રાજસત્તા ભોગવી હતી. જેમાં જેઠવા, ચુડાસમા, ચાવડા, વાળા, ઝાલા, જાડેજા, પરમાર, ગોહિલ, કાઠી, બાબી વગેરે મહત્વના દસ રાજકુળ હતા.
જેમને સદી ઓ સુધી સૌરાષ્ટ્ર
ની ધરતી પર સત્તા ભોગવી હતી.
સૌરાષ્ટ્ર જયારે કાઠિયાવાડ નામે ઓળખતું ત્યારે તેના ચાર પ્રાંત હતાં.
ઝાલાવાડ - ગોહિલવાડ - હાલાર – સોરઠ
કાઠિયાવાડ ના ઝાલારાજવંશ નો પરિચય (ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અને વિવિધ મંતવ્યો)
ઝાલા ની અસલ અટક મકવાણા છે, કારણ કે બ્રહ્માજી ના પુત્ર ભૃગુ
અને ભૃગુ ના પુત્ર માર્કન્ડેય ઋષિ ના વંશ જ ઉપર થી મકવાણા ગણાય છે. માટે ઝાલાઓ ને ઋષિવંશજ કહેવામાં આવે છે. માર્કન્ડેય એ અગ્નિમાંથી
ઉત્પન્ન કરેલા કુંડમાલજી અને કુંડમાલજી ના વંશ મા થયેલ હરપાળદેવ દાદા મકવાણા ના પુત્રો
પછી ઝાલા તરિકે ઓળખાણ થઈ.
રાજકુમાર કોલેજ ના પ્રી સી મેઈન એમ લખે છે, ઝાલા ઓ કાઠિયાવાડ મા
આવ્યા એ પહેલાં મધ્ય કચ્છ ના મક નામ ના પ્રદેશ મા રહેતા. તે પ્રદેશ પરથી મકવાણા તરિકે ઓડખાયા.
એચ વીલ્બ ફોર્સ એક લખે છે કે, મકવાણા ઓ ગ્રીસ માંથી ઉત્તરી
આવેલ છે અને મકવાણા શબ્દ મેસેડિયા શબ્દ માંથી નીકળ્યો છે જો કે આ મત યોગ્ય નથી લાગતો.
આપણે વિધાનો ના મત અને શબ્દ અર્થ મુજબ ઝાલા શબ્દ નો ઇતિહાસ જોઈએ.
એક મત મુજબ જોઈએ તો, ઝાલા ઓ સિંધ માંથી આવ્યા તેમજ
ઝાલા શબ્દ સિંધી ભાષાના ઝલ્લા સરોવર ને કાંઠે રહેનારા શબ્દ ઉપર થી ઉતરી આવ્યો છે. ડો કે કા શાસ્ત્રી લખે છે કે, ઝલ્લોજઝલલીખ શબ્દ નો પૂરતાનો
ભાવ આપતો ઝલ્લ શબ્દ ઝાલા શબ્દ ના મૂળમાં છે.
જયારે હિન્દી ભાષા મા ઝાલા શબ્દ નો અર્થ તેજલહર તરંગવલી એવો થાય છે.
ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અંગે ની કથાઓ
આ બધા અનુમાન અને અભિપ્રાય મકવાણા અટક માટે મળે છે. પછી બીજો પ્રશ્ન આપણી સામે આવી ને ઉભો રહે છે કે મકવાણા માંથી ઝાલા અટક કેવી રીતે
પડી.
ઝાલા શબ્દ કેવી રીતે અસ્તિત્વ મા આવ્યા તેના વિશે બારોટ ના ચોપડા
મુજબ અને ઝાલાવંશ વારિધિ
મુજબ, રાજ હરપાળદેવ એ પાટડી મા રાજ્ય
નું સ્થાપના કર્યાં બાદ તેમને ત્યાં માઁ શક્તિ ના પેટે સોઢાજી, માંગુજી, અને શેખડો જી નામે ત્રણ કુમારો
તથા તથા ઉમાદે નામ ના એક પુત્રી નો જન્મ થયો. એક સમયે આ ત્રણે કુંવરો
અને ચારણ નો દીકરો રામજી મંદિર ની નજીક રહેલા વિશાળ ચોક માંડી દડા થી રમી રહ્યા હતા.
આ સમયે હસ્તીસાળામાંથી એક વિશાળ કાય હાથી ગર્જના કરાતા છૂટી ગયો હતો અને દોડતો
દોડતો ચોક મા આવી ગયો અને આખા ચોક મા હાહાકાર મચી ગયો. હાથી આગળ વધી રહ્યો હતો આ કુંવારો રમતા હતા એમની પાસે હાથી ત્યાં આવી ગયો અને
આ બાળકો ને ઝપટમાં લીધા ત્યારે, માઁ શક્તિ રાજભુવનના સત્તા માં માળ ના ઝરૂખે બેઠા હતા અને આ
જોઈ ગયા અને તરત બાળકો ને બચાવા અને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના હાથ લંબાવી
ને ત્રણેય કુંવરો ને ઝાલી લીધા અને ચારણ ના દીકરા ને ટાપલી મારી હાથી થી દૂર કર્યો
એ ટાપરીયા ચારણ કહેવાયા.
આટલા સમય સુધી હરપાળદેવ સુધી ઝાલા ઓ મકવાણા અટક થી માર્કંડેય ના વંશજો થી ઓળખાતા
પરંતુ ત્યાર બાદ ત્રણે કુંવરો ને માઁ શક્તિ એ ઝાલ્યા ત્યાર થી ઝાલા તરિકે ઓળખવા માંડ્યા
આ મુજબ ઝાલા અટક આવી હોવાનું નોંધાયું છે.
ઝાલા રાજવંશ ના રાજ્યો
હરપાળદેવ દાદા એ ઇસ 1090 માં હરપાળદેવ ના પુત્રો ઝાલા થી
ઓળખાયા.
હરપાળદેવ દાદા એ પાટડી થી પોતાના રાજ્ય
ની સ્થાપના કરી હતી. હરપાળદેવ દાદા ના વંશજો એ સૌરાષ્ટ્ર
મા ધ્રાંગધ્રા, લીંબડી, વાંકાનેર, વઢવાણ, લખતર, હળવદ, સાયલા, ચુડા, રામપર, મેઘપર, માંડલ, રાજપુર, તે ઉપરાંત વાંજેપાળજી ના વંશજો કટોસણ સ્ટેટ, મહીકાંઠા એજન્સી ના સ્ટેટ, ખડલ સ્ટેટ, ઇલોલ સ્ટેટ, પુનાદરા સ્ટેટ વગેરે રાજ્યો સ્થાપ્યા હતા. આ સિવાય ઝાલા વંશ ના
રાજવીઓ એ માળવામાં રાયપુર, નરવર, કોટા, સાદડી અને દેલવાડા માં પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા
હતા..
ઝાલાવાડ ના રાજ્યો અને સંસ્થાપક ની માહિતી
વઢવાણ સ્ટેટ
વઢવાણ સ્ટેટ ના સ્થાપક રાજોજી હતા.
જેઓ પૃથ્વીરાજ જી ના
નાના પુત્ર હતા. જેમને ઈસ. 1605 માં સ્થાપના કરી હતી.
લખતર સ્ટેટ
લખતર તથા સ્ટેટ ના સ્થાપક અમરસિંહ ના નાના ભાઈ ને અભેસિંહ ને લખતર અને થાન નો ગરાસ મળ્યો હતો.
ચુડા સ્ટેટ
ચુડા રાજ્ય ઝાલાવંશ ના સંસ્થાપક વઢવાણ સ્ટેટ
ના ભાઈ અર્જુનસિંહ ના નાના ભાઈ ને ચુડા નો ગરાસ ગાદી મળેલ .
સાયલા સ્ટેટ
સાયલા સ્ટેટ માં ઝાલારાજવંશ ની સ્થાપના સેજમાલજી એ કરી હતી. સાયલા પર આક્રમણ કરી
કાઠીઓ પાસે થી સાયલા પડાવી લીધું.
વાંકાનેર સ્ટેટ
વાંકાનેર સ્ટેટ હળવદ સ્ટેટ થી અલગ થઈ ને પૃથીવરાજસિંહ ના મોટા પુત્ર સરતનજી એ વાંકનેર માં ઝાલારાજવંશ ની સ્થાપના કરી.
ધ્રાંગધ્રા સ્ટેટ
હળવદ સ્ટેટ થી અલગ થઈ રાયસિંહ એ ધ્રાંગધ્રા ની સ્થાપના કરી. ધ્રાંગ એટલે પથ્થર અને ધારા એટલે જમીન એટલે નામ ધ્રાંગધ્રા પાડ્યું.
લીંબડી સ્ટેટ (જાંબુ)
લીંબડી સ્ટેટ ની સૌથી પેહેલી ગાદી જાંબુ હતી. જાંબુ માં માંગુજી એ ગાદી સ્થાપી હતી. કાલ ક્રમે લીંબડી સત્તા
ફેરવી કાયમી સત્તા લીંબડી હાંસલ કરી.
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”