આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)
 Gujarat Kshatriya Community 
આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)
ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે, ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)


         મિત્રો, આજનું યુવાધન ફક્ત વોટ્સટપ અને ફેસબુક પૂરતું જ મર્યાદિત થતું જાય છે. જે આવનારા સમય માટે બહુ સારું નાં કહેવાય. કારણ કે જો આપણે આમાંજ ડૂબયા રહીશું તો આપણો ઇતિહાસ, ભવ્ય સંસ્કૃતિ,અસ્મિતા અને ધરોહર વિષે ક્યારે વિચારીશું.  કારણ કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે પ્રજાને ઇતિહાસ પણ ભૂલી જાય છે. ઇતિહાસનું જ્ઞાન ભવિષ્યને સુધારવા માટે એટલે કે ભૂતકાળ ની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું અને ફરીથી એ જ ભૂલો નહિ કરવાનું સરળ રહે છે. પરંતુ આપણે વારંવાર ભૂલોનું પુનરાવર્તન કરતા જ રહયા છીએ. જે ભૂલો નાં કારણે આપણ ને પારાવાર નુકશાન થયું હોવા છતાં પણ આજે એની એજ ભૂલો આપણે કરી રહ્યા છીએ.

           ઇતિહાસનો બોધ હોય, જ્ઞાન હોય,એટલે માત્ર ભૂલો જ નાં દેખાય, પરંતુ એનાથી આપણાં ભવ્ય વારસા પ્રત્યે આદર ઉપજે, માન ઉપજે,ગર્વ થાય, અને ગૌરવ થાય. સંસ્કૃતિ પ્રત્યે લગાવ પેદા થાય. એમાં વાંક આપણી સરકારનો છે. કારણકે જે શિક્ષણ વ્યવસ્થા છે,એમાં ઇતિહાસ જ ઓછો ભણાવાય છે અને જેટલો ભણાવાય છે એમાંથી મોટા ભાગનો ઇતિહાસ ખોટો જ ભણાવાય છે.અથવા તો બગાડેલો ઇતિહાસ ભણાવાય છે. તોડેલોમરડેલો ઇતિહાસ ભણાવાય છે. આપણો દેશ આઝાદ થયા પછી ઇતિહાસ અંગેની સઘળી જવાબદારી ડાબેરી સામ્યવાદીઓ ને આપવામાં આવેલીતેમની વિચારધારા જ સમાજ વિરોધી અને ક્ષત્રિયા વિરોધી હતી. ડાબેરીઓ દંભી ધર્મનિરપેક્ષ હતા, જેઓને ઇતિહાસ અને પાઠ્યપુસ્તકોનું કામ સોંપવામાં આવ્યું. જેના કારણે મોગલ શાસકોને મહાન ચિતાર્યા અન મૂળે હિન્દૂ- ક્ષત્રિયા શાસકોને ખરાબ અને નબળા ચિતરવામાં આવ્યા. ડાબેરીઓ એ ઇતિહાસ ને પોતાની ઇચ્છા મુજબ મરોડયો જે આજ દિન સુધી ચાલતું જ રહ્યું છે. જેનું પરિણામ એ આવ્યુ કે, એની સૌથી વધુ અસર સમસ્ત ક્ષત્રિયા ઉપર વર્તાઈ અને સૌથી વધુ ભાગલાવાળા  સમાજ સમાજનું નિર્માણ થયું. જે વિભાજનકારિ પ્રવૃત્તિ મોગલો અને અંગ્રેજો એ અપનાવી એજ પ્રક્રિયા આપણી સરકારો એ પણ ચાલુ જ રાખી. ઇતિહાસ સાચો કે ખોટો નાં હોવો જોઇયે, તે માત્ર ઇતિહાસ જ હોવો જોઈએ. કોઈ હિન્દૂ રાજા અત્યંત ક્રૂર, નીચ અને લંપટ હોય તો ઇતિહાસે તેને એવો જ કહેવો જોઈએ અને જો કોઈ મુસ્લિમ શાસક જુલાઈપાશવી, કે અત્યાચારી હોય તો તેને એવો જ ચિતારાવો જોઈએ. ઇતિહાસ ને રચી શકાતો નથી, એતો પોતાની મેળે જ રચાયા કરે છે. ઇતિહાસ બ્રહ્માના દિવસો જેવો લાંબો હોય છે. 

        માટે હવે સમસ્ત ક્ષત્રિયા સમાજ માટે સમય પાકી ગયો છે કે પોતાના વાડાંઓ ને ભૂલીને સંસ્કૃતિ અને ઇતિહાસ ને સમજીને તેના સાચા રક્ષક  બનવાની જરૂર છે, નહિ કે સંસ્કૃતિના ઠેકેદાર બનીને માત્ર પસંદગીના મુદ્દાઓ પર શોર મચાવવો. માત્ર રેલીઓ કે શોર મચવવાથી ઇતિહાસ નહિ બને, એના માટે કંઇક કરી છૂટવાની કે નક્કર પરિણામ લાવવાની ખેવના હોવી જરૂરી છે. માત્ર આપણા પૂર્વજેના કર્યો ને જ યાદ નથી કરવાના, એમના પગલે ચાલવું પડશે, એમના આદર્શો ને અપનાવી ને પ્રવૃત્તિઓ અને કર્યો કરવા પડશે. જો આપણે ફક્ત માનસિકતા અને દાસત્વના સહારે જ ચાલતા રહીશું તો ક્ષત્રિયા એકતા નું સ્વપ્નું ક્યારેય પ્રૂ નાં થાય. જરૂર છે એક સક્ષમ નેતૃત્વ નું કે જે સમગ્ર ક્ષત્રિયા સમાજ ને એક સાથે લઈને સેનાપતિ તરીકે આગળ ચાલે. 


ક્ષત્રિય સમુહો અને ઓળખ

         દરેક સમાજની એક આગવી ઓળખહોય છે અને એ ઓળખના કારણે તે ખ્યાતિ પામે છે. એ જ રીતે જ્ઞાતિ એ પણ દરેક વર્ગ માટે બહુજ જરુરી છે. જ્ઞાતિ પ્રથા સમાજને મજબૂત અને એક બનાવે છે. જ્ઞાતિ પ્રથા એ દેશને વિભાજીત થતો રોકે છે. જ્ઞાતિને માટે નાત,ન્યાત, જાતિ, વર્ણ, કોમ કે વર્ગ એવા શબ્દો સમાન અર્થમાં વપરાય છે. વેદ રચનાર આર્ય લોકોની સમાજ વ્યવસ્થામાં વર્ણભેદ હતો. વર્ણનો અર્થ રંગ થાય છે. આર્યો અમુક લક્ષણોવાળા હતા. જેથી તેમણે ચાર વર્ગ નક્કી કર્યા અને એ ઉપરથી ચાર વર્ણ નક્કી થઈ. તેને બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામોથી ઓળખવવામાં આવે છે. આ ચારેય વર્ણના લોકો એકજ જાતિના હતા. માત્ર તેમનાં ગુણ, કર્મો ઉપરથી તેમના વર્ણભેદ પાડવામાં આવ્યા હતા.  આ તમામ વર્ણો વચ્ચે અનુલોમ લગ્ન વ્યવહારો થતા હતા.( અનુલોમ એટલે  કે ઉચ્ચ વર્ણવાળા પોતાનાથી ઉતરતી વર્ણમાંથી કન્યા મેળવી કરે, પરંતુ પોતાની કન્યા પોતાનાથી જ્ઞાતિ બહાર આપે નહી.) જ્ઞાતિ એ લોહીના સંબંધથી જોડેયેલા જનસમૂહ છે. જાતિ પ્રથાની ઉત્પતિનાં અનેક કારણો મનાય છે. જેમકે એક સંજોગ એવો હતોકે એક પ્રજા બીજી પ્રજાને જીતે, ત્યાર પછી જિતાયેલી પ્રજાની સ્ત્રીઓને , વિજેતા પ્રજા રખાત અથવા પત્ની તરીકે સ્વીકારતી. પરંતુ પોતાની પુત્રીઓના લગ્ન જિતાયેલી પ્રજામાં ન કરતાં અંદર અંદર કરવામાં આવતાં. આ પ્રથા અનુલોમ પ્રથાનો જ એક ભાગ ગણાય. આને લીધે નવી નાતોનો ઉદ્ધભવ થયો મનાય છે. કેટલીક વાર પરદેશી આક્રમણકારીઓના લીધે લોકો સ્થળાંતરીત કરી જતાં હતાં. તેઓ કોઇ બીજા ગામ કે પ્રદેશમાં જઈને વસતા. છતાં પોતાના મૂળ ગામ કે પ્રદેશના નામથી ઓળખાતા. આ રીતે ગામો કે પ્રદેશના નામ ઉપરથી પણ કેટલીક જ્ઞાતિઓ પોતાની ઓળખ કે શાખથી ઓળખાય છે. બારૈયા, બારીયા, પાટણવાડીયા વિગેરે નામો આ પ્રકારનાં છે. બ્રીટીશ યુગમાં આવી જ્ઞાતિઓના વાડા કે તડ તેમજ પક્ષ પડેલા જણાય છે.જ્ઞાતિનું સંગઠન સાચવવાને બદલે નજીવાં કારણોએ વાડા કે વિભાજન કરવાની વૃત્તિ છેલ્લા  દોઢસો વર્ષ  દરમ્યાન વધેલી જણાય છે. ( આધાર: મધ્યકાલિન રાજપૂત ઇતિહાસ ભારતીય સમાજ શાસ્ત્ર ) 

     આ રીતે દરેક જ્ઞાતિઓના નાના નાના કે મોટા મોટા સમુહો પણ હોય છે. આ તમામ જ્ઞાતિઓથી એક યા એકથી વધારે સમુહો વિવિધ કારણોસર આસ્તિત્વમાં આવેલા છે. જેનાથી ક્ષત્રિય સમાજ પણ અછૂત નથી. ક્ષત્રિય સમાજમાં પણ અનેક વાડાઓ અને સમૂહોનુ અસ્તિત્વ હજારો સાલોથી છે. આવા અનેકનેક ક્ષત્રિય સમૂહો પોતાની એકતાના અભાવે ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી બેઠો છે. વર્તમાનમાં આ તમામ સમૂહો એક થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેમાં જોઇયે તેટલી સફળતા મળી શકી નથી. તો આવો આવા ક્ષત્રિય સમૂહોની  કેટલીક માહીતી મેળવીયે. 

     ક્ષત્રિય સમાજમાં નીચે મુજબના સમુહો કેટલીક માન્યતાઓ અને પોતાની ઉંચનીચની વાડાબંધીના કારણે અસ્તિત્વમાં આવેલી જણાય છે.આ ક્ષત્રિય જ્ઞાતિઓમાં અનેક નાના મોટા ફાંટા અને પેટા જ્ઞાતિઓ અને ગોળ છે.  આ સમૂહો છે. (ક્ષત્રિય જ્ઞાતિઓ). 
(૧) રાજપૂત (ગરાશીયા) (૨) રજપૂતો (૩) મોલેસલામ ગરાશિયા 

  (૧) ગરાશીયા રાજપૂત : મૂળ તો ગરાસદારો એટલે કે ગરાસ ઉપરથી આ નામ આવેલ છે. રાજપૂત યુગમાં મોટા મોટા ગરાસો ધરાવતા હોવાથી તેમજ પોતે મોટા ગરાસો મેલવેલા હોવાથી અને આજે પણ મોટા પાયા પર જાગીરો કે જમીનો ધરવતા હોવાથી તેઓ ગરાશિયા કે ગરાશિયા રાજપૂત તરીકે ઓળખાય છે. આ લોકો પોતાને આ જ્ઞાતિઓમાં ઉચ્ચ માનતા હોય છે. 

    (૨) રજપૂતો : આ ક્ષત્રિયોનો આ વર્ગના મધ્યમ અને થોડી જમીન જાગીર ધરાવતો વર્ગ છે. જેઓના વડવાઓ  રાજપૂત કે મુસ્લિમ યુગમાં સૈનિકો  કે સામંતો તરીકે રાજ્યના દરબારીઓ તરીકે ફરજો બજાવતા હતા અને લડવૈયા તરીકેની પોતાની ફરજો અદા કરતા હતા. હાલમાં આ વર્ગ મોટે ભાગે ખેતી જ કરે છે. 

   રાજપૂત કોમો : રાજપુત, ગરાસિયા, કરડીયા, નાડોડા, ભાથી, ઠાકોર, બારૈયા, ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા વિગેરે. ઠાકોર એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના હાલના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ વિગેરેજીલ્લાઓમાં વસવાટ કરે છે. જ્યારે બારૈયા, ધારાળા, પાટણવાડીયા વિગેરે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જીલ્લામાં વસવાટ કરતા હોવાનું જણાય છે. આમાંથી મધ્ય ગુજરાતના પાટણવાડીયા તરીકે ઓળખાતા આ સમૂહના આ ક્ષત્રિયો મુસલમાની અને મરાઠા રાજયની હકુમત સમય દરમ્યાન પાટણ પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં આવીને વસેલા છે. મૂળે આ તમામ ક્ષત્રિયો કે કોમો રાજપૂત જાતિમાંથી ઉતરી આવેલી છે. આ ક્ષત્રિય કોમોમાં રાજપૂતોની તમામ અટકો હોય છે. જેમકે પરમાર, ચૌહાણ, વાઘેલા, સોલંકી, રાઠોડ, ગોહીલ, યાદવ, ચાવડા,મકવાણા, ઝાલા, ડાભી વિગેરે. આ ઉપરાંત ક્ષત્રિયોની ચોસઠ શાખાઓ પણ હોય છે. એક શાખાવાળો પોતાનાથી ઉતરતી શાખામાં કન્યા આપતો નથી. તેમજ પોતાની શાખામાં કન્યા આપતો નથી. આ ક્ષત્રિય કોમો મોટે ભાગે જૂથોમાં જ વસેલી હોય છે. આમાંની કેટલિક શાખાના ક્ષત્રિયો પોતાની કન્યાઓ રાજપૂત ગરાશિયાઓમાં આપે છે. પણ રાજપૂત ગરાશિયા તેમને પાછી કન્યાઓ આપતા નથી. 

 (૩) મોલેસલામ ગરાશિયા : આ કોમ મોગલ શાસન સમયે એક યા બીજા કારણે જેઓએ મુસલમાનો સાથે ખાનપાન અને બેઠી વ્યવહાર કર્યો તે બાદશાહોના મહેલોમાં જઈને સલામો મારી તેઓ મોલેસલામ ગરાશિય કહેવાયા. મૂળે આ કોમ રાજપૂત હતી. ગુજરાતમાં આવા મોલેસલામ ક્ષત્રિયોમાંના ખડાલ, પુનાદરા, ધોળાકુવા, કૌસમ, વાઘજીપુર વિગેરે જગ્યાએ વસતા હજારો મોલેસલામ મકવાણા, બારૈયા ઠાકોરોમાંથી થયેલા જ્યારે ભેટાશી, નાપા, તેમજ માતર, બોરસદ, આણંદ વિગેરે  વિસ્તારના તાલુકાઓમાં વસતા મોલેસલામો રાજપૂતોમાંથી થયેલા છે. આ બધા મુખ્યત્વે ખેડા જીલ્લાના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળે છે. 

  જાતિવાચક સંજ્ઞાઓ :

ઠાકોર, ઠાકરડા, બારૈયા, ધારાળ, પાટણવાડીયા, પગીખાંટ વિગેરે નામો કોઇ કોમ કે અટક ને લાગુ પડતા નથી કે કોઇ કોમની અટકો નથી. પરંતુ સંજોગોવસાત તેમને અમુક સમાજોએ અમુક નામે સંબોધવાથી લાંબા ગાળે તેમનાં તેવાં નીચે જણાવ્યા મુજબનાં જાતિવાચક નામો પડ્યાં હોય તેમ જણાય છે.   

    ઠાકોર : પૂર્વે રાજપૂત યુગ કે મસલમાન યુગ સમયે કેટલાક ક્ષત્રિયોના પૂર્વજો નાની નાની જાગીરો કે જમીનો તેમજ ઠાકરાતો ધરાવતા હતા. આવા ક્ષત્રિયોને પાલવી ઠાકોર કે પાલવી દરબાર કે જાગીરદાર  તરીકે ઓળખવામાં આવતા. ગામધણી કે અધિપતિનીઠાકોરએ ઉપમાવાચક પદવી છે. એ કોઇ કોમની અટક નથી.ગામધણી; ગરાસિયો; તાલુકદાર; નાનો રાજા.

  ઠાકરડા : ઠાકોરો, જાગીરદરો કે જમીનદારો, તાલુકદારોના ભાયાતોને ઠાકરડા તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના ઠાકોર, રજપૂત રાજાઓના ભાયાતો અને વંશજો; લડાયક કોમ, રજપૂત વગેરે જાતિની પ્રજા.

   બારૈયા : નદી તેમજ દરીયા કિનારે બારામાં વસનાર. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે.  (બહારથી આવીને વસેલા ને પણ જેે તે ગામ વાળા બારૈયા કહે છે.!) 

  ધારાળા : જમીન પર કામ કરનારા અને નદીની ધારો પર વસનારા તેમજ લાંબા ધારદાર તલવારની જગ્યાએ તિક્ષ્ણ ધારદાર ધારિયાં રાખનાર તે ધારાળા. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે.  

  પાટણવાડીયા : પૂર્વકાળમાં પાટણથી આવીને મધ્ય ગુજરાતમાં વસેલી ક્ષત્રિય કોમ.મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે.   

   પગી : ચોરી પકડનાર, પગલુ કાઢનાર. પગલાં જોઇ ચોર કોણ છે અને તે ચોરી કરી ક્યાં થઈને ગયો તે પારખી કાઢનારો માણસ; પગલું પારખી કાઢનારો માણસ; પગલું પારખી ચોરની ભાળ કાઢનાર માણસ.

   કોટવાળ:  કોટ કે કીલ્લાનું રક્ષણ કરનાર. 

ઇતિહાસ:  આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માલવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિ હતી. તેમનાં રજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછીથી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોરનો અપભ્રંશ ઠાકરડા થયું. ચરોતર સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ બ્રીટીશ અમલ સમયે ટોડા ગરાસ અને મુલકગીરી ના નામથી કેટલીક વસુલાતો શરુ થઈ હતી. જે રાજાઓ સાથે આવા કરારો થયા તેઓ રાવ, રાણા, રાજાઓ એ નામથી ઓળખાતા થયા. તેમના મોટા પુત્રો કુંવરો કહેવાયા, જ્યારે કુંવરોના મોટા પુત્રો ઠાકોરો કહેવાતા, અને ઠાકોરોના નાના નાના પુત્રો ગિરાશિયાઓ, ભૂમિયાઓ, ઠાકરડા, એ નામોથી જાણીતી થયા. આ બધા ક્ષત્રિયો રાજપૂત વંશોવાળા પણ છે. કેટલાક રાજપૂતો કાળાંતરે નીચા દરજ્જામાં ફેંકાઈ જતાં અને ઈતર વ્યવસ્થા અપનાવવા છતાં પોતાની મૂળ અટકો યથાવત રહેવા પામી છે. આ ક્ષત્રિયો વંશો હારવાથી, ભાગવાથી, કે ભાગલા પડવાથી આ વંશો વિકેન્દ્રિત થઇ ચારે તરફ પ્રસરતા રહ્યા.  રાજાઓના રાજ્યો વિકેન્દ્રિત થતા ગયા તેમ આ ક્ષત્રિયોના વંશજો તે મુજબ વિકેન્દ્રિત થતા ગયા અને મોભો પણ ઉઅતરતો ચાલ્યો પણ રાજપૂત અટકો યથાવત રહી તેમજ મોટા કુળો પ્રસંગોપાત પોતે આવા કુળની કન્યાઓ લેતા હતા. 


જય ભવાની. #### ©©© ભવાનસિંહ ઠાકુર,૯૪૨૭૦૬૩૨૨૪. ( યુવા ક્ષત્રિયા સેના ગુજરાત ) તા. ૧-૫-૨૦૧૬, ગુજરાત દિન.


હું ક્ષત્રિય છું.

રામાયણમાં જયારે રાવણ હણીયો,
રામે ટંકાર  કરી  કહ્યું  હું ક્ષત્રિય છું,

મેઘનાદને   રણમેદાનમાં    મારીયો,
લક્ષ્મણે હુંકાર કરીયો હું ક્ષત્રિય છું,

ભરતે ભાઈ માટે રાજપાટ  છોડિયું,
રામને નમીને  કહ્યું  કે  હું ક્ષત્રિય છું,

શત્રુઘ્ન કદીયે પણ કાંઈ ન બોલીયો,
સેવાથી સમજાવી દીધુ હું ક્ષત્રિય છું,

અકબરની  રાજનીતિ  થઈ  નકામી,
રાણાએ સમજાવી દીધુ હું ક્ષત્રિય છું,

આૈરંગઝેબ   કટ્ટરવાદી  ભલે  બન્યો,
શિવાજી તલવાર બોલી હું ક્ષત્રિય છું,

સરદારનું   અખંડ   ભારત    સપનું ,
રજવાડાંનું  દાન બોલે  હું ક્ષત્રિય છું,

દેશ   સરહદે  વીર  સૈનિક  જાગતો,
શત્રુને   પડકાર  કરે  હું   ક્ષત્રિય   છું,

ભારતભરના  પાળિયાઓને  પુછજો,
ભીતર અવાજ આવશે હું ક્ષત્રિય છું,

હાલ  કોઈ પણ  મિશન નક્કી  કરજો,
પાર પાડીને જ બોલજો હું ક્ષત્રિય છું.



આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવુંતેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું  આપણો નૈતિક ધર્મ છે. ”

વધુ અગામી પોસ્ટ માં : ક્ષત્રિય ઇતિહાસક્ષત્રિય વંશક્ષત્રિય અટકોક્ષત્રિય રાજપૂત, ક્ષત્રિય ઠાકોર, દરબાર

More in Next Post : Kshatriya History, Kshatriya Dynasty, Kshatriya Surnames, Kshatriya Rajput, Kshatriya Thakor, Darbar

જય માઁ ભવાની.. જય ક્ષાત્રધર્મ..

લેખન અને સંકલન : શ્રી દિવ્યનિમેષસિંહ રાઠોડ (અમદાવાદગુજરાત)
Writing and Editing : Shri Divyanimeshsinh Rathore (Ahmedabad, Gujarat)

Popular posts from this blog

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)