ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૫)
ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૫)
પરમાર રાજપૂત - જેઠવા રાજપૂત - મહીકાંઠાના સ્ટેટ
પરમાર રાજપૂત ઇતિહાસ (મુળી પરમાર રાજપુત ઇતિહાસ )
પરમારો સૌરાષ્ટ્ર માં વિશળદેવ વાઘેલા ના સમય સિંધ ના થરપાકાર
માંથી સૌરાષ્ટ્ર માં 13 મી સદી માં આવ્યા હતાં....
જગદેવ પરમાર ધાર ના કિલ્લા માંથી ગુજરાત આવ્યા હતા..
તેમના ભાઈ રણધવલ પરમાર ઉજૈન માં રાજ કરતા હતા..
તેમના વંશ ના એક ભાઈ થરપાકર સિંધ માં જઈ ને વસ્યા ત્યાં આ વંશ ના
ચંદન જી અને સોઢાજી સિંધ થકરપાકર માં રાજ કરતા હતા. તેઓ સવારે ઉઠતા
પૈસા નું દાન કરતા હતા.. ઘણા વર્ષો રાજ કર્યું
થરપાકર એક સમયે 1477 ના દુષ્કાળ પડ્યો ઢોર ઢાંખર મારવા લાગ્યા
જેથી પોતાનો માલ સમાન લઈ ને સૌરાષ્ટ્ર તરફ આવે છે.
જોમબાઈ ને ચાર દીકરા હતા.
આખોજી, આશોજી, લખધીરજી, મુનજોજી. જેમાં લાગધીરજી અને મૂજોજી અને
સાથે તેમની માતા જોમબાઈ સૌરાષ્ટ્ર ના વઢવાણ આવે છેં...
તેઓ સૂર્યદેવ ની પૂજા કરતા હતા. એ સમયે સૌરાષ્ટ્ર માં સત્તા વાઘેલા રાજપુતો ની હતી. એ સમયે સૌરાષ્ટ્ર માં ભીલો નો ત્રાસ વધ્યો હતો. ભીલો લુંટ ફાટ કરતા હતા. મૂંજાજી અને લગધીરજી એ આશરો વીસળદેવ વાઘેલા નો લીધો હતો
અને તે ભીલો ને પરમારો એ પોતાની બહાદુરી થી ભગાડી મુક્યા. તેથી વઢવાણ ના વાઘેલા વિશળદેવ એ ખુશ થઈ ને લગધીરજી ને થાન, ચોટીલા, મુળી, ચોબારી એમ ચાર ચોરાસી આપી વસવાટ
માટે.
પરંતુ ત્યાર બાદ ઝાલા ઓ એ પરમારો પાસે થી થાન ની ચોરાસી પડાવી લીધી. તેમજ કાઠી
ઓ એ ચોબારી અને ચોટીલા ની ચોરાસી પડાવી લીધી. ત્યાર બાદ મુળી ની ચોરાસી
લેવા આવ્યા પણ લઈ નો શકયા અને સંચોજી પરમાર એ હરાવ્યા અને સંચોજી પરમાર મહાપરાક્રમી
રાજા થયા...
તેમને મુળી માં ચારણ ને જીવતા જીવ સિંહ નું દાન આપ્યુ હતું. સંચોજી ના કુંવર રતનસિંહ
મુળી ના પ્રથમ રાજા બન્યા. તેમના પરાક્રમ થી આજુબાજુ ના
વિસ્તારો ડરવા લાગ્યા..
વઢવાણ ના રાજા વીસળદેવ વાઘેલા એ વર્તમાન મુળી જયાં વર્ષો પહેલા ઉજ્જડ જમીન હતી
ત્યાં પરમારો ને રહેવા આપ્યો હતો...
પરમાર રાજપુતો 13 મી સદી માં આવ્યા હતા. જયાં તેઓ એ મુળી નામ ની રબારી
નો નેસ હતો. જેને લાગધીરજી પરમાર એ બેન બનાવ્યા
હતા તેમના નામ પરથી પોતાના સ્થળ નું નામ મુળી પાડ્યું.
પરમાર રાજપુતો નું મુળ સ્થાન માંડવગઢ હતું. તેથી તેમના ઇસ્ટ દેવ માંડવરાયજી દાદા
હતા. પરમારો એ માંડવગઢ વસાવ્યું હતું. હાલ મુળી માં પણ માંડવરાયજી દાદા નું મંદિર
છે. જે મુળી ના રાજવી એ બંધાવેલ હતું.
મુળી ની આજુ બાજુ ના ગામ ગરાસ તેમના ભાયાતો ને આપવામાં આવ્યો તે મુળી ચોવીસી કહેવાય છે.
જેઠવા રાજપૂત ઇતિહાસ (જેઠવા એ સૂર્યવંશી રાજપૂતોનો એક શાખા વંશ છે.)
જેઓ પોતે હનુમાનજી ના વંશજ મકરધ્વજ ના વંશજો છે.
જેનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે.
આ સૂર્યવંશના સૌથી જુના વંશો પૈકીનો એક વંશ છે. પોરબંદર રજવાડું જેઠવા વંશ શાસિત
સૌથી મોટું રજવાડું હતું.
એવું સૂચવવામાં આવે છે કે, સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વીય
ભાગ પર શાસન કરનાર સૈંધવ વંશને હવે જેઠવા તરીકે ઓળખવામાં આવે છે. જેઠવા કુળના ક્ષત્રિયો
પોતાને મકરધ્વજના વારસ માને છે. તેમના કુળની વાર્તા અનુસાર મકરધ્વજે બે પુત્રો હતા. મોડ-ધ્વજ અને જેઠી-ધ્વજ જેઠવા કુળ જેઠી ધ્વજના પુત્રો હોવાનું મનાય છે, અને તેઓ તેમને કુળ દેવ તરીકે હનુમાનની પૂજા કરે છે. એક સમયે કાઠીયાવાડ અને પોરબંદર પર રાજ કરના જેઠવા કુળના ધ્વજ પર હનુમાનનું ચિત્ર
રહેતું હતું.
એવું પણ સૂચન કરવામાં આવે છે કે, જેઠવા શબ્દ કદાચ કદાચ જયદ્રથ
કે જે સૈંધવ વંશનું અન્ય નામ હતું, જ્યેષ્ઠ એટલે મોટી શાખા અથવા જ્યેઠુકાથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે પ્રદેશને પણ જ્યેઠુકદેશ
કહેવામાં આવતો હતો.
જેઠવા વંશ એ રામાયણ કાળ થી શરુ થયેલ જુનો વંશ છે, અને ગુજરાત નો સૌથી જુનો રાજવંશ 182 રાજાઓની વંસાવલી છે. જેઠવા મા ધણા મહાન રાજા ઓ થય ગયા. જોય તો દેવતાય રાજ હતુ. ધણા રાજા ઓ ઇતીહાસ ઉપર પોતાની સુવણઁ ગાથા લખી ગયા. તેમના વીશે ટુંકમાં થોડી જાણકારી દવ છુ. જેઠવા ની વંશાવલી એટલી મોટી
છે કે નાના લેખમા તેની ચર્ચા શકય નથી.
જેઠવા વંશમાં 7 ધ્વજ. 49 કુમારો. 17 રાજન. 27 મહારાજ. 83 જી. 2 સિંહ ના મુળ પુરુશ મકરધ્વજને તો બધા ઓળખે છે.
3. મયુરધ્વજ એ મોરબી વસાવ્યું.
મયુરધ્વજ એ અશ્ર્વમેધ
યગ્ન કરેલ (ચક્રવતીરાજા અશ્ર્વમેધ
યગ્ન કરી સકે) તેની સામે અર્જુને પણ યગ્ન કરેલ. અર્જુન નો અશ્ર્વ મયુરધ્વજે પકડેલો. બંને વચ્ચે યુદ્ધ થયેલ. તેમા અર્જુન ની હાર થયેલ. શ્રી.કુષ્ણ એ વચન લય સમાધાન કરાવીયુ.
18. શૈલ જેઠવા માતાજીના પરમ ભક્ત હતા. તેમને હરસીધ્ધી માતાજી ની સહાય
થી ધુમલી વસાવીયુ. 7200 ગામ નો ધણી થાય છે, તેમને કાલોભાર – કછોલુ - હુજન એમ ત્રણ તળાવ બંધાવીયા હતા.
19. વારાહ કુમાર તેમની રાજધાની પણ મોરબી હતી. ગોપનાથ મહાદેવ ની ભંદીર
તેમને બંધાવેલ.
22. ફુલ કુમાર તેમની રાજધાની પણ ધુમલી હતી. તેણે શ્રીનગર માં સુયઁ દેવાલય બંધાવીયુ. રાણપુર પાસે ભીમકોટ બંધાવીયુ.
33. મેપ કુમાર
95. જેઠીજી
97. વિંકુજી જેઠવા
98. ગોવિંદજી જેઠવા
100. ચાપશેનજી
101. આદિત્યજી જેઠવા
109. રાણા સંગજી
111. રાણા શીઓજી
112. રાણા હલામણજી
118. રાણા વિકયોજી
119. રાણા ખેતાજી
127. રાણા રાણોજી
146. રાણા હરીઆદજી
147. રાણા સંગજી
152. રાણા મેહજી
160. રાણા ભાણજી
161. રાણા જશધવલજી
164. રાણા ભાણજી
167. રાણા રામદેવજી
171. રાણા સુલતાનજી
178. રાણા વીકમાતજી
180. રાણા ભાવસિંહજી
181. રાણા નટવરસિંહજી
182. યુવરાજ ઉરયભાણસિંહજી
ઉપર આપેલા અમુક જે રાજાઓના નામ છે,
તે ઇતીહાસ રચીગયા. તેમાંના સૌથી પરાક્રમી રાજા હોય તો
તે છે, નાગાજણ જેઠવા તેમની રાજધાની ઢાંક
મા હતી તે અજેય હતા. તેમની ઢાંક સોનાની બનાવી હતી.
આ તમામ રાજપુત જેઓ એ સૌરાષ્ટ્ર પર રાજ કરેલ.
મહીકાંઠા ના સ્ટેટ ની માહિતી (મહીકાંઠા રજવાડી અને એસ્ટેટ)
ઈડર (રાઠોડ)
મગોડી (રાઠોડ)
વિજયનગર પાલ (રાઠોડ)
માલપુર (રાઠોડ)
વડગામ (રહેવર)
મોહનપુર (રહેવર)
રાણાસન (રહેવર)
રૂપલ (રહેવર)
ગોરવાડા (રહેવર)
સરદોઈ (રહેવર)
હાપા (પરમાર)
હેડોલ (પરમાર)
લીખી (ચૌહાણ)
ડેથ્રોટા (ઝાલા)
ઈલોલ (ઝાલા)
ખેડાવાડા (ઝાલા)
ગાબટ (ઝાલા)
ડભા (ઝાલા)
પાનદ્રા (ઝાલા)
રેમાસ (ઝાલા)
અંબલીયારા (સોનગરા)
બોલુન્દ્ર (સોનગરા)
સાથંબા (સોલંકી)
મોટિમોરી (સોલંકી)
રુદ્રડી (કુશ્વાહ ડાભી)
સતલાસણા (ચૌહાણ)
સુદાસણા (પરમાર)
દાંતા (પરમાર)
દધલિયા (સિસોદીયા)
મલાસા (ચૌહાણ)
આધાથરોલ (રાઠોડ)
દહેગામડા (બરછા જાડેજા કચ્છમાં નગ્રેચા જાગીરની રજા આપેલ)
બેડાજ (બારોચા જાડેજા)
મોટસામેરા (બારોચા જાડેજા)
કુકડિયા (ચંપાવટ)
લીંબોદરા (વાઘેલા)
પેથાપુર (વાઘેલા)
પિંડરડા (એસ્ટેટ વાઘેલા)
અગલોડ (રાઠોડ)
અલુવા (રાઠોડ)
હિરપુરા (રાઠોડ)
મોયડ (રાઠોડ)
લેકરોડા (ચાવડા)
મનસા (ચાવડા)
વરસોદા (ચાવડા)
માણેકપુર (ચાવડા)
કટોસણ (ઝાલા ... ધ્રાંગધ્રા ના વાજીપલજી ઝાલાનો સમાવેશ)
મોર્દુનગર (રહેવર)
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”