ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૪)


ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : )

ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત ભાગ ૪

ચુડાસમા વંશ - રાયજાદા વંશ - સરવૈયા વંશ (ભગવાન શ્રી ક્રિષ્ના ના સીધા વંશજ) 

ગરાસિયા રાજપૂત ચુડાસમા ઇતિહાસ (ભગવાન શ્રી ક્રિષ્ના ના સીધા વંશજ) 

ગરાસિયા  ચુડાસમા રજપૂતોનો ઇતિહાસ અને વંશાવલી અને તેમના ગામો...
ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણ ની ૧૪૦ મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા. જે શોણીત પુર (વર્તમાન બેબિલોન) માં રાજ કરતા હતા. તેમની પેઢીએ દેવેન્દ્ર થયા. ચારપુત્ર થયા. દેવેન્દ્ર ના વંશજ ગજપત થયા. અને ગજ્પત ના વંશ મા ચૂડચંદ્ર થયા. ચૂડચંદ્ર (વંથલી સોરઠ) ગાદીએ બેઠા. નરપત ના વંશમા સામંત થયા અને સામંત ની પેઢી મા રાજા જડા થયા અને જડા માંથી જાડેજા થયા.ભૂપત ના વંશમા ભાટી થયા. જેમને (જેસલમેર રાજસ્થાન) માં ભટનેર શહેર વસાવ્યું.

ચુડાસમા વંશ માં રાજા ચંદ્રચુડે ચુડા અને પિતાનું નામ સમા જોડીને ચુડાસમા શાખા ચાલુ કરી હોય હોય તેવું અનુમાન છે. 

ચંદ્રચૂડ ઈસ. (૮૭૫-૯૦૭) નાં મૂળરાજ,.
મૂળરાજ ના પુત્ર વિશ્વવરાહ હતા.

ચુડાસમા રાજવંશ ઈતિહાસમાં મહારાજા વિશ્વવરાહ એક મહાન રાજા હતા, તેમનાં નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જુનાગઢ બધા રાજવીઓ એ રાહ શબ્દ લગાડવાની શરૂઆત કરી. 
આમ જૂનાગઢ ના રાજાઓ એ રા’ શીર્ષક ધારણ કર્યું..

વિશ્વવરાહ પછી રા' ગ્રહરિપુ ઈસ. (૯૪૦-૯૮૨) ગાદીએ આવ્યા. 
ત્યારબાદ રા' કંવાટ ઈસ. (૯૮૨-૧૦૦૩), 
રા' દિયાસ ઈસ. (૧૦૦૩-૧૦૧૦), 
સોલંકી શાસન ઈસ. (૧૦૧૦-૧૦૨૫), 
રા' નવઘણ પ્રથમ ઈસ. (૧૦૨૫-૧૦૪૪), 
રા' ખેંગાર પ્રથમ ઈસ. (૧૦૪૪-૧૦૬૭), 
રા' નવઘણ દ્વિતીય ઈસ. (૧૦૬૭-૧૦૯૮), 
રા' ખેંગાર દ્વિતીય ઈસ. (૧૦૯૮-૧૧૧૪), 
સોલંકી શાસન ઈસ. (૧૧૧૪-૧૧૨૫), 
રા' નવઘણ તૃતીય ઈસ. (૧૧૨૫-૧૧૪૦)[૨] , 
રા' કંવાટ દ્વિતીય ઈસ. (૧૧૪૦-૧૧૫૨), 
રા' જયસિંહ ઈસ. (૧૧૫૨-૧૧૮૦), 
રા' રાયસિંહ ઈસ. (૧૧૮૦-૧૧૮૪), 
રા' મહિપાલ ઈસ. (૧૧૮૪-૧૨૦૧), 
રા' જયમલ્લ ઈસ. (૧૨૦૧-૧૨૩૦), 
રા' જયસિંહ ઈસ. (૧૨૩૦-૧૨૫૩), 
રા' ખેંગાર તૃતીય ઈસ. (૧૨૫૩-૧૨૬૦), 
રા' માંડલીક ઈસ. (૧૨૬૦-૧૩૦૬),
રા' નવઘણ ચતુર્થ ઈસ. (૧૩૦૬-૧૩૦૮),
રા' મહિપાલ તૃતીય ઈસ. (૧૩૦૮-૧૩૨૫),
રા' ખેંગાર ચતુર્થ ઈસ. (૧૩૨૫-૧૩૫૧), 
રા' જયસિંહ દ્વિતીય ઈસ. (૧૩૫૧-૧૩૭૩), 
રા' મહિપાલ ચતુર્થ ઈસ. (૧૩૭૩), 
રા' મુક્ત સિંહજી / રા'મોકળસિંહજી ઈસ. (૧૩૭૩-૧૩૯૭), 
રા' માંડલીક દ્વિતીય ઈસ. (૧૩૯૭-૧૪૦૦), 
રા' મેલિંગદેવ ઈસ. (૧૪૦૦-૧૪૧૫), 
રા' જયસિંહજી તૃતીય ઈસ. (૧૪૧૫-૧૪૪૦),
રા' મહિપાલ પંચમ ઈસ. (૧૪૪૦-૧૪૫૧) ગાદીએ આવ્યા.
રા' માંડલિક તૃતીય ઈસ. (૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો. 
રા’ નોંધણ (ત્રીજા જુનાગઢ)
સત્રસાલજી 
ભીમજી 
દેવધણજી 
સવધણજી
રા’ ખેગાર(જુનાગઢ)
દેવજી(હિંગોળગઢ)
મંડળીકજી
ખેંગારજી
રાયસિંહજી
કુવાજી
મેળાજી
મેલકજી
મેરજી
દેવાજી
ભીમજી (ભડલી-બોટાદ)
નોંધણજી 
રાયસલજી (ગોરાસુની ગાદીએ)  
દેવાજી (ગોરાસુ ની ગાદીએ)
રાણાજી (આંબળી)
ઘેલોજી (સાંઢીડા) 
રાધોજી (ઓતારિયા) 
રણમલજી (બાવલિયારી) 
ભોજરાજજી (ભડીયાદ)   
મેરજી (કાદીપુર-ઘોલેરા)   
રાજોજી (વાઢેળા)   
પ્રતાપસંગ (પીપળી) 
પ્રાગજી (ખરડ) 
અમરસંગજી ગોરાસુની ગાદી 
કરશનજી (જસકા) 
ચાંદોજી (સાંગાસર) 
મેળોજી (તગડી)   
વિભાજી (ચેર)
વામોજી (અણયાળી)
અરરોજી (હેબતપુર)
નાગજીરાજજી (ગોરાસુ થી ગાંફ ગાદી સ્થાપી)
વિસાજી (પોલારપુર) 
રાયસલજી (ગાંફ ની ગાદીએ) 
વેજોજી (જીંજર)
કવાટજી (જીંજર)
ખોડાજી (વાગડ) 
માનોજી (વાગડ)     
દેવોજી (ગાંફ્ની ગાદીએ) 
મેરજી (પરબડી) 
મેળોજી (રોજકા)  
દેવોજી  
અમરસંગજી(ગાંફ્ની ગાદીએ) 
નાગજીરાજ (ગાંફની ગાદીએ) 
રણછોસજી (બન્ને વચ્ચે કોઠડીયા અને ભલગામડા) 
ખોડીગાસજી કટાટજી (પાંચી)
માલજી (હેબતપુર) 
રાયસલજી(ગાંફની ગાદીએ)  
મેળોજી(ગાંફની ગાદીએ) 
અમરસંગજી (ગાંફની ગાદીએ) 
અરજણસંગ (અંકેવાળીયા) 
રૂપસંગજી (પિપરીયા)      
નાગજીરાજજી (ગાંફની ગાદીએ) 
રાહુભા(ગાંફની ગાદીએ) 
અમરસંગજી (ગાંફની ગાદીએ) 
મનહરસિંહજી.( ગાંફની ગાદીએ)   
વિક્રમસિંહજી (ગાંફની ગાદી) 
ગંભીરસિંહજી 
દિલાવરસિંહજી 
પ્રવિણસિંહજી 
વીરભદ્રસિંહજી(ગાંફ ના ઠાકોર સાહેબ હાલ અમદાવાદમાં રહે છે.)   
કૃષ્ણરાજસિંહ (જન્મ – શ્રાવણ માસ ૧૯૯૨)

ચૂડાચંદ્ર  હમીર  મૂળરાજ રા’ગ્રહરિપુ રા’કવાટ (પ્રથમ) રા’દીયાસ શ્રી ક્રુષ્ણની ૧૫૩મી પેઢીએ રા’નોંધણ (કુળદેવવી તરીકે ખોડિયારમાં )  રા’નોંધણ બીજા  રા’ખેંગાર (જુનાગઢની ગાદીએ ) રા’નવઘણ બીજા.


 (૧)  વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ અને જૂનાગઢમાં આવેલી ઈમારતો ચુડાસમા રજવંશની ભવ્યતા અને દુરન્દેશી ર્દષ્ટિનો પુરાવો છે.


(૨) ચુડાસમા રાજવીઓ શૈવધર્મીઓ હતા. સોમનાથ તેનું જાગતુ ઉદાહરણ છે. જુનાગઢનું મુળ નામ ખેંગારગઢ પણ ઈતિહાસમાં લખાયેલું છે. "ખેંગારવાવ" 


(૩) રા’દીયાસ વંથલીની ગાદીના પરાક્રમી શૂરવીર તેમજ મહાન દાતાર શાસક હતા. ભારત વર્ષનો કોઈ ક્ષત્રિય રાજવી એની તોલે આવી શકે એમ નથી. તેઓ બોલેલું પાળતા તેનું ઉદાહરણ પાટણના દુર્લભસેન સોલંકીએ સોરઠના રા’દીયાસ ઉપર ચડાઈ કરી. જ્યારે લાંબા સમયના સંઘર્ષ બાદ સોરઠ પર ના વિજયની કોઈ આશા જણાઈ નહિ, ત્યારે બીજલ ચારણને રા’દીયાસનું માથું દાનમાં માગી લાવવાનું કહ્યું ચારણને રા’દીયાસે માથું ઉતારી આપેલું. માથું આપતા પહેલા કહેલું, “જો મારે હજાર માથાં હોત તો બધાં જ દાનમાં આપી દેત” આટલો મોટો દાતાર આ જગતના ઈતિહાસમાં બીજો કોઈ નથી થયો.


(૪) રા’દીયાસના અવસાન બાદ તેમના કુવંર રા’નવઘણને તેમના રાણીએ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ વડારણ સાથે સોરઠના વફાદાર, બોડીદર ના દેવાયત આહીર ને આશરે મેકલી આપ્યો. દેવાયતે બાળ કુવંર નવઘણને ઉછેરીને મોટા કર્યા. દરમ્યાન સોલંકી રાજાએ દેવાયત ના પુત્ર ઉગાને રા’નવઘણ માનીને મોતને ઘાટ ઉતારેલ. જે આહીર દંપતીએ પોતાના એકના એક પુત્રનું, રાજ્યના વારસદાર ને જીવંતદાન આપેલ, તેમનુ પોતા પરનું ન ચુકાવી શકાય તેવુ રૂણ આંશિક રીતે ચૂકવવાના પ્રયત્ન રૂપે તા.૦૮-૦૫-૨૦૦૯ ના રોજ ચુડાસમા રાજપુત સમાજે બોડીદર મુકામે રાયજાદા, સરવૈયા તથા આહીર ભાઈઓની વિશાળ હાજરીમાં એક ભવ્ય સંમેલન નું આયોજન કર્યુ હતું. આ રીતે શ્રી ચુડાસમા રાજપુત સમાજે ઈતિહાસની એક ભવ્ય બલિદાનની ગાથાને જીવંત બનાવી હતી.


(૫)  રા’નવઘણ: (ઈ.સ. ૧૦૬૭ થી ૧૦૯૪) એ પોતાના ચાર પુત્રો પૈકી (રાયઘણજી)ને ભડલી (તા. બોટાદ) ની જાગીર આપી રાયઘણજીએ પાતાની ચુડાસમા શાખા ચાલુ રાખી બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી અથવા (સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જૂનાગઢની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો રાયજાદા (રાંય (રા’)ના પુત્ર તરીકે ઓળખાય છે.ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જૂનાગઢના કરમજી(ક્રર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકા ના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.


રાયજાદા, સરવૈયા અને ચુડાસમાઓના ગામોની યાદી


(1) રાયજાદાના ગામો :-


સોંદરડા, ચાંદીગઢ, મોટીધનસારી, પીપળી, પસવારીયા,કુકસવાડા, રૂપાવટી,મજેવડી,ચુડી, ભૂખી-(ધોરાજીની પાસે)કોયલાણા (લાઠીયા)




(2) સરવૈયાના ગામો:- (વાળાકનાં ગામો) :-


હાથસણી, દેદરડી,દેપલા, કંજરડા,રાણપરડા, રાણીગામ, કાત્રોડી, ઝડકલા,જેસર,પા,ચિરોડા, સનાળા,રાજપરા, અયાવેજ, ચોક, રોહીશાળા, સાતપડા, કામરોળ જુની-નવી, સાંગાણા જુનુ-નવુ, છાપરી જુની-નવી, રોઝિયા, દાઠા,વાલર, ધાણા, વાટલિયા,સાંખડાસર,પસવી, નાના, મલકીયા, શેઢાવદર,માંડવા, લોણકોટડા,રામોદ, ભોપલકા, ખાંભા.


(૩) સરવૈયા ના ગામો(કેશવાળા ભાયાત) :-


કેશવાળા, છત્રાસા,દેવચડી, સાજડીયાળી,સાણથલી, વેકરી, સાંઢવાયા, ચિત્તલ,વાવડી.


(4) સરવૈયા ના છુટાચવાયા ગામો :-


નાના માડવાં, લોનકોટડા,રામોદ,ભોપલકા,ખાંભા (શિહોર પાસે)


(૫) ચુડાસમા (બારીયા) ઉપલેટાના ગામો :-


બારિયા,નવાપરા, ખાખીજાળીયા, ગઢાળા,કેરાળા,સતવેરા, નાનીવાવડી,મોટેવાવડી,ઝાંઝમેર, ભાયાવદર, કોલકી


(૬) ચુડાસમા (લાઠીયા) :-


લાઠ, ભિમોર, નીલાખા,મજીઠી, તલગાણા, કુઢેચ, નિલાખા, કલાણા, ચરેલ,ચિત્રાવડ,બરડીયા


(૭) ચુડાસમા (ભાલનાં ગામો) :-


ગાંફ, ગોરાસુ,ભડીયાદ, કાદીપુર,ધોલેરા,વાઢેળા, પીપળી, ખરડ, સાંઢીડા, બાવળીયારી,ચેર, જસકા, અણેયારી (ભીમજી) ,સાંગાસર,હેબતપુર,તગડી, પોલારપુર, જીંજર, વાગડ,પરબડી, રોજકા, કોઠડીયા, પાંચી, અંકેવાળીયા, પીપરીયા, બહાડી, ટીંબલા, શાહપુર, દેવગાણા, કમિયાળા, આંબળી,ફતેપુર, ખમિદાણા, પીપળ, આકરૂ, ઉંચડી, માલપરા, સાલાસર......



આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવુંતેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું  આપણો નૈતિક ધર્મ છે. ”

વધુ અગામી પોસ્ટ માં : ક્ષત્રિય ઇતિહાસક્ષત્રિય વંશક્ષત્રિય અટકોક્ષત્રિય રાજપૂત, ક્ષત્રિય ઠાકોર, દરબાર

More in Next Post : Kshatriya History, Kshatriya Dynasty, Kshatriya Surnames, Kshatriya Rajput, Kshatriya Thakor, Darbar

જય માઁ ભવાની.. જય ક્ષાત્રધર્મ..

લેખન અને સંકલન : શ્રી દિવ્યનિમેષસિંહ રાઠોડ (અમદાવાદગુજરાત)
Writing and Editing : Shri Divyanimeshsinh Rathore (Ahmedabad, Gujarat)

Popular posts from this blog

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)