ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૩)
ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૩)
ગોહિલ રાજવંશ ( ગોહિલવાડમાં ગોહિલ શાખાની
સ્થાપના કરનાર સેજકજી)
ગોહિલ રાજપુત ઇતિહાસ
ગોહિલ રાજપુતો ના અલગ અલગ ઇતિહાસકારો પાસે અલગ અલગ મંતવ્યો રહેલા છે.
ઘણા ઇતિહાસકારો સૂર્યવંશઓ કહે છે. ઘણા ઇતિહાસકારો
સૂર્યવંશી કહે છે. પણ સિલા લેખો, તામરપત્ર તથા ગોહિલ ના સિક્કા
મુજબ ગોહિલ સૂર્યવંશી છે. ગોહિલ રાજપુતો ના જુના સિક્કાઓ
માં સૂર્યનારાયણ ના સિક્કા જોવા મળે છે.
ગોહિલ વંશ ભગવાન રામ ના પુત્ર લવ ના વંશજો છે. લવ એ લાહોર પર રાજ કર્યું હતું. એમના વંશ માં કનકસેન થયા. કનકસેન એ ગુજરાત માં રાજ્ય ની સ્થાપના કરી. એજ વંશ મા રાજા શીલાદિત્ય થયા.
ઈસ. 524 મા શીલાદિત્ય યુદ્ધ માં વીરગતિ પામ્યા. એ સમયે શીલાદિત્ય ના પત્ની ગર્ભવતી
હતા અને તેઓ જાત્રા પર ગયા હતા. આ વાત ની જાણ થતાં શીલાદિત્ય
ના પાટનો ગુજરાત ની અરવલ્લી ની ગુફા મા ગયા અને એ ગુફા માં શીલાદિત્ય ના પત્ની એ બાળક નો
જન્મ આપ્યો. ગુફા માં જન્મ લેવા ના કારણે એ પુત્ર નું નામ ગૃહાદિત્ય નામ રાખ્યું. ત્યારબાદ એ પુત્ર ને બ્રાહ્મણ ની સ્ત્રી ને આપી ને રાણી સતી થયા અને ગૃહાદિત્ય
મોટા થતાં તેઓ એ ઇડર જીતી ને ત્યાં સત્તા સ્થાપી. ત્યાં થી ગોહિલ વંશ ની
શરૂઆત થાય છે.
ગોહિલ વંશનો સમય ગાળો ઈસ. 550 થી ઈસ. 560 ની આજુ બાજુ નો હતો.
ગૃહાદિત્ય ના વંશ માં બાપા રાવળ થયા. બાપા રાવળ નો સમય ગાળો ઈસ. 734 નો હતો તેઓ એ મેવાડ ચિતોડ માં સત્તા ની સ્થાપના કરી. એમનો સમય ગાળો ઈસ. 734 થી ઈસ. 753 સુધી નો હતો જેઓ મહાન રાજવી થયા અને ગોહિલવંશ ની સત્તા ને મજબુત બનાવી.
ગોહિલ વંશ ના રાજવી ઓ ની યાદી ગૃહાદિત્ય થી બાપા રાવળ સુધી ની.
1. મહારાજા ગૃહાદિત્ય ગોહિલ વંશ ના સંસ્થાપક ઈસ. 586 થી ઈસ. 606
2. ભોજ (ઈસ. 586 – ઈસ. 606)
3. મહેંદ્ર પ્રથમ (ઈસ. 606 – ઈસ. 626)
4. નાગઆદિત્ય (ઈસ. 626
– ઈસ. 646)
5. શીલાદિત્ય (ઈસ. 646 – ઈસ. 661)
6. અપરાજિત (ઈસ. 661 – ઈસ. 688)
7. મહેંદ્ર – (બીજા ) (ઈસ. 688
– ઈસ. 734)
8. કાલ ભોજ (બપ્પા રાવળ ) (ઈસ. 734
– ઈસ. 753)
બાપ્પા રાવળ ની 12 મી પેઢી માં શાલિવાહન જી ના પુત્રો નું ખેરગઢ પર શાશન હતું.
એમની 27 મી પેઢી માં સેજકજી થય. સેજકજી અને એમના ભાઈઓ ખેરગઢ થી ગુજરાત આવ્યા અને ગુજરાત માં ગોહિલ વંશ ની સ્થપના કરી.
એમના વંશજો ગોહિલ કહેવાણા અને ગોહિલવાડ ની સ્થાપના થઈ.
સેજકજી ની પેઢી ઓ લગ્ન ડાભી રાજપુત મા કરતા
હતા. સેજકજી ના લગન મૂળદેવ નામ ના
ડાભી સરદાર ના કુંવરી સાથે લગન થયા હતા. સેજકજી ખેડગઢ થી ઈસ. 1240 મા આવે છે.
ખેડગઢમાં કનોજવાળા રાઠોડો વારંવાર લૂંટફાટ કરીને જતા રહેતા હતા, જેથી રાજ્ય નબળું પડી ગયું હતું.
વળી ખેડગઢના ઘણા ખરા સામંતો ખપી ગયા હતા. રૈયતનો રંજાડ થતો જોઈ ન શકવાથી સેજકજીએ ખેડગઢ
છોડીને બીજે સારા સ્થાનમાં જતા રહેવું એમ નક્કી કર્યું. સેજકજી ખેડગઢ છોડીને સૌરાષ્ટ્રમાં
આવ્યા અને સેજકપુર વસાવ્યું.
ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈ.સ. 1240 થી ઈ.સ. 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વના વિશાળ ભૂભાગને
ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી ગોહિલ હતા.
સેજકજી પોતાના સાતેય ભાઈઓ જોધાજી, સોનજી, હનુજી, માનસિંહજી, વિસાજી, દુદાજી અને દેપાળજીને સાથે લઈને
ખેડગઢ છોડીને ગુજરાત તરફ આવવા તૈયાર થયા. પોતાના ભાઈઓ, સગાસંબંધી કુળગોર (પુરોહિત) ગંગારામ
વલ્લભરામ તથા કારભારી (મંત્રી) શાહ રાજપાળ અને અમીપાળ સાથે લીધા હતા. સેજકજીએ સાથે
લીધેલા પુરહિત ગંગારામના વંશજો શિહોર (જિ. ભાવનગર)માં સ્થાયી થયા હતા. સેજકજીને ઈષ્ટદેવની
ભક્તિ ઘણી જ પ્રિય હતી, તેથી તેમણે પોતાના ઈષ્ટદેવ મુરલીધરની પધરામણી એક અલગ સીગરામમાં કરાવી હતી. આ સાથે
કુળદેવીનું ત્રિશૂળ તથા ખેત્રપાળને પણ આ રથમાં પઘરાવેલાં હતાં, આમ તૈયારી કરી આખો સંઘ લઈને સેજકજી
ગુજરાત તરફ ચાલી નીકળ્યા.
એક રાત્રીએ મુરલીધર શ્રીકૃષ્ણ ભગવાને સેજકજીને સ્વપ્નમાં આવીને કહ્યું,
‘મારા રથનું પૈડું જ્યાં
અટકી પડે ત્યાં રોકાઈ જશો. ત્યાં તમને રાજ કરવાનું મળશે. ઉત્તરોત્તર તમારી પ્રગતિ થશે.’
પાંચાલ પરગણું આવતા રથનું પૈડું ભાંગી ગયું. ત્યાં આખો સંઘ રોકાઈ ગયો.
ઝાંઝરજીના પાટવીકુંવર સેજકજી પોતાના સંઘને પાંચાલ પરગાણામાં રોકીને મંત્રી શાહ
રાજપાળને લઈને જૂનાગઢ રા’મહીપાલના દરબારમાં જાય છે. રાજ્ય છોડીને ઉચાળા ભરવાની સઘળી
હકિકત રા’મહીપાલને જણાવે છે. રા’મહિપાલે રાજ્યની પૂર્વ દિશાએ સાપર વગેરે બાર ગામનો
પટ્ટો (જાગીર) કરી આપ્યો અને કહેવામાં આવ્યું કે, આટલા ગામો અને પ્રદેશનું
ખાંટ, કોળીઓ તથા ભીલોથી તમારે રક્ષણ
કરવું. કેટલાક મહિના સુધી સેજકજી જૂનાગઢમાં રહ્યા. રાજ્યની સંભાળ સારી રીતે રહે એ હેતુથી
રા’મહીપાલે સેજકજી અને તેમના સાતેય ભાઈઓને સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાં સામંત તરીકે
નીમ્યા. આ સમયથી ગોહિલો સૌરાષ્ટ્રના રક્ષણકર્તા કહેવાયા.
રા’મહીપાલે આપેલી સાપર અને બાર ગામોની જાગીર સંભાળીને સેજકજી રહેતા હતા. તેમને
બે રાણીઓ હતી. તેમની પ્રથમ રાણીથી રાણોજી નામે કુંવર અને ફુલજીબા નામે કુંવરી જન્મ્યાં
હતાં. દ્વિતીય રાણીથી શાહજી તથા સારંગજી નામે કુંવર અને વાલમકુંવરબા નામે કુંવરી જન્મ્યાં
હતાં. આમ સેજકજીના પરિવારમાં રાણોજી, શાહજી, સારંગજી નામે ત્રણ કુંવરો અને વાલમકુંવરબા તથા ફુલજીબા નામે બે કુંવરીઓ સંતાનમાં
હતી.
રા’મહીપાલના કુંવર ખેંગાર તેર વર્ષના થયા ત્યારે તેઓ એક વખત શિકાર રમવા ગયા. શિકારની
શોધ કરતાં કરતાં સાપર સુધી પહોંચી ગયા. ત્યાં એક સસલો નજરે પડ્યો. ખેંગારે તેમના માણસોને
કહ્યું, ‘આ સસલાને જીવતો પકડી લ્યો’ માણસોએ પ્રયત્ન કર્યા પરંતુ સસલો સેજકજીના ઉતારામાં
જઈને પેસી ગયો. ત્યારે રા’ખેંગારે કહ્યું, ‘સસલો અમને આપી દ્યો.’ ગોહિલોએ
વળતા જવાબમાં કહ્યું, ‘શરણે આવેલાનું રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે, અમો આ સસલો આપને આપીશું નહિ.’
રકઝકને અંતે સંગ્રામ ખેલાયો, સંગ્રામમાં રા’ખેંગારના સઘળા માણસો મરાયા અને રા’ખેંગારને પકડી લીધા.
રા’ખેંગાર જીવતા પકડાયા પરંતુ રા’ના દરબારમાં સમાચાર પહોંચ્યા કે કુંવર મરાયા છે.
આ સમાચાર સાંભળી સેજકજી ગોહિલ ઘણા જ દિલગીર થયા. થોડો વિચાર કરીને સેજકજી ઊભા થયા અને
રા’મહિપાલને પ્રણામ કરી જાગીરનો પટ્ટો રા’ના ખોળામાં મૂકીને કહેવા લાગ્યા,
‘આ પટ્ટો અમારાથી રખાશે
નહિ.’ એટલું કહીને સેજકજી ચાલવા માંડ્યા. રા’એ તેમને રોક્યા અને કહેવા લાગ્યા,
‘કેમ તમારાથી પટ્ટો રખાશે
નહિ ?’ સેજકજી કહે, ‘અમારા માણસોએ આપના કુંવરને માર્યા છે, એટલે અમારાથી આપના પ્રદેશમાં કેવી રીતે રહેવાય ? મારા માણસોએ મારા આશ્રયદાતા પર
આવું દુઃખ નોતર્યું. હવે હું શું મોઢું લઈને અહીં બેસું.’ રા’મહીપાલ સેજકજીને કહેવા
લાગ્યા, ‘ક્ષત્રિય પુત્રો મરવા માટે જ જન્મે છે. તમારા માણસોએ ક્ષાત્રધર્મ પ્રમાણે કર્તવ્ય
કર્યું છે. પુત્ર તો બીજો મળશે પણ તમારા જેવા મિત્ર નહીં મળે. અમારે બીજો કુંવર આવશે
તેનું નામ ખેંગાર રાખીશું. પરંતુ આ પટ્ટો તમે રાખો.’આટલી ચર્ચા થઈ ત્યાં સુધીમાં બીજા
સમાચાર આવ્યા કે કુંવરને મારી નાખ્યા નથી પરંતુ જીવતા પકડી લીધા છે.
આ પ્રસંગ પછી સેજકજીએ પોતાની કુંવરી વાલમકુંવરબાને રા’મહીપાલના કુંવર ખેંગાર વેરે
પરણાવ્યાં. તે પ્રસંગે જૂનાગઢનું રક્ષણ કરવા માટે શાહજી ને સારંગજીને જૂનાગઢ તેડાવ્યા,
જે વાલમકુંવરબાના સહોદર
હતા તેમને સેવામાં રાખ્યા.
ઈ.સ. 1290 માં સેજકજી ગોહિલ પરલોકવાસી થયા. એ પહેલાં સેજકજી એ એમના ભાઈઓ
ને જુદા જુદા ગામ ગરાસો આપ્યા હતા તેમાં,
હનુજી ને બગડ
માનસિંહ ને બોટાદ પાસે નું ટાટમ
દુદાજી ને તુરખા
દેપાળજી ને પાળીયાદ
સોનકજી ને બોટાદ
વિસાજી ને ખસ
જોધાજી ને ઝમરાળું
આ રીતે એમના ભાઈઓ ને ગામ ગરાસ આપવામાં આવ્યા હતા .
રાણોજીએ પોતાના નામ પરથી ગોમા અને ભાદર નદીના સંગમ પર ધંધુકાની પાસે રાણપુર વસાવ્યું.
સેજકપુરથી રાજગાદી રાણપુરમાં લાવ્યા. રાણપુર ફરતો મજબૂત દુર્ગ કિલ્લો બંધાવ્યો. એભલવાળાએ
વાલમ બ્રાહ્મણોને તેમના યજમાન કાયસ્થોના કહેવાથી દુઃખ દીધેલું, તેનું બહાનું કાઢીને રાણજી ગોહિલે
બળવાન મેરો સાથે મિત્રાચારી કરી ધનમેર કોળીની સહાયથી એભલવાળા ને હરાવીને વળા જીત્યુ.
એકવાર રાણાજી ગોહિલ ઘોડા પરસવાર થઈને જતા હતા. પાણી પીવાની તરસ લાગી ત્યારે કાઠિયાવાડના
ઉમેટા ગામના દુદા ચારણની દીકરી રાજલ પાસે પાણી માંગ્યું. ચારણ રાજબાઈએ ભૂમિ પર બેઠાં
બેઠાં હાથ લાંબો કરી ઘોડા પર બેઠેલા રાણોજીને પાણી આપ્યું. આ ચમત્કાર જોઈ રાણોજીએ તેણીને
નમસ્કાર કરી પ્રસન્ન કર્યાં. આઈએ વર માગવા કહ્યું. ત્યારે રાણોજીએ કહ્યું,
‘ભીડ ટાણે આવજો.’
આ વચન યાદ કરતા રાણોજીને આઈની સહાય મળી. તે રાણોજી પાસે પ્રગટ થયાં. રાણોજીએ રાણપુર
આવી પોતાના કિલ્લામાં રાજબાઈ માતાનું સ્થાનક (મંદિર) કર્યું અને તેણીને પોતાની કુળદેવી
માની. સૌરાષ્ટ્રમાં રાણપુરના વીરરાજા રાણોજી માથાભારે છે એવું જાણીને ઝફરખાન એમના પર
ચડાઈ કરવાનું બહાનું શોધ્યા કરતો હતો, પરંતુ તેને કોઈ કારણ કે સમય મળતો નહોતો. રાણપુર ગામને પાદર ગોમા
નદીને કિનારે એક મસ્જિદ હતી, તેના વિષે એવી કીવંદતિ પ્રચલિત છે કે રાણપુરના વીરરાજા રાણોજી ગોહિલ હતા. એમના
રાજ્યકાળના અંત સમયે એક મુસ્લિમ વૃદ્ધ સ્ત્રી અને તેનો પુત્રો મક્કા હજ કરવા નીકળ્યાં
હતાં. તેઓ રાણપુરમાં રાતવાસો રહ્યાં હતાં. પ્રાતઃકાળે વૃદ્ધાના પુત્રે આઝાન (બાંગ)
પોકારી દીધી. બ્રાહ્મણોએ દરબારમાં જઈને રાણોજીને વાત કરી કે, ‘આ મુસલમાનો એવા સમયે બાંગ પોકારી
છે કે અહીંયાં મુસલમાનોનું રાજ્ય થાય.’ રાજા રાણોજીએ મુસ્લિમ વૃદ્ધા અને તેના છોકરાને
દરબારમાં બોલાવી કહ્યું, ‘તમે હિંદુના રાજ્યમાં શા માટે બાંગ પોકારી ?’ એમ કહી બ્રાહ્મણોના કહેવાથી રાજાએ
મુસ્લિમ છોકરાનો વધ કરાવી નાખ્યો.
મુસ્લિમ વૃદ્ધા અમદાવાદ સુલતાનના
દરબારમાં ફરિયાદ કરવા ગઈ. વૃદ્ધાની ફરિયાદ સાંભળી સુલતાને રાણોજીને જીતીને પકડી લાવવા
પોતાના સામંતો અને સેનાપતિઓને જણાવ્યું. પરંતુ સિંહની બોડમાં હાથ નાખવા કોઈ તૈયાર ન
થયા. સુલતાનનો ભાણેજ ભંડેરીખાન ભંડેરીપુર નામના અમદવાદના પરામાં રહેતો હતો. તેની તે
જ દિવસે શાદી થઈ હતી. તેણે આ તક સુલતાન પાસેથી ઝડપી લીધી. તે રાણપુર પર ચડાઈ કરવા તૈયાર
થયો. સુલતાને તેને ઘણું જ સૈન્ય આપીને રાણપુર જીતવા મોકલ્યો.
ભંડેરીખાન સૈન્ય લઈને રાણપુરની હદમાં આવ્યો ત્યારે રાણોજી ગોહિલ પણ તેની સામે લડવા
નીકળ્યા. એ સમયે મામાની મદદે રા’ખેંગારનો પૌત્ર રા’નોંધણ પણ આવ્યા હતા. રાણોજી રાજપૂતોના
શૌર્ય અને ગૌરવના પ્રતિક સમા હતા. તેમણે રાણપુર પાસે ભીષણ સંગ્રામ ખેલ્યો. આ યુદ્ધમાં
રાજપૂતોએ ભારે પ્રબળ સામનો કર્યો. સૌરાષ્ટ્રના રાજપૂતોએ તેનાં ખમીર અને વીરતાનું દર્શન
કરાવ્યું. સુલતાનના સૈન્ય સામે રાણોજીનું સૈન્ય ઘણું જ ઓછું હતું, જેથી લાંબો સમય ટકી શકાયું નહિ
અને અંતે પરાજીત થયા. છેલ્લે રાણોજી અને તેમના સાથી રાજપૂત સૈનિકોએ કેસરિયાં કર્યા.
ગોહિલ અને ભાણેજ રા’નોંધણ બંને અતુલ પરાક્રમ બતાવી વીરગતિ પામ્યા. સંગ્રામ ભૂમિમાં
રાણોજીનું સૈન્ય પણ મુસ્લિમ સૈન્યની વીરતાપૂર્વક કતલ કરતાં કરતાં સદાને માટે સમરભૂમિમાં
પોઢી ગયું. આ પ્રસંગે રાજપૂતાણીઓએ જૌહરવતની ઉજવણી કરી, કુવામાં પડીને જૌહર કરીને સ્વર્ગે
સિધાવી. રાણપુર ખાલસા થયું અને ઈ.સ. 1308-09માં રાણપુર મુસ્લિમોની સત્તા
હેઠળ આવ્યું.
એ વખતે રાણજી ના કુંવર મોખડોજી સેજકપર
રહ્યા મોખડોજી એ ભીમડાદ અને ઉમરાલા જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી ત્યારબાદ મોખડાજી
એ ખોખરા અને તેની આસપાસ ના ગામો જીત્યા અને મુસ્લિમો પાસે થી મીતીયાના નો કિલ્લો જીત્યા
ઈસ. 1340 મા મોખડોજી એ પીરમબેટ જીત્યું. કોળી ઓ પાસે થી અને કોળી ઓ ને મારી ને ભગાડ્યા હતા.
મોખડાજી સરવૈયા રાજપુત હાથસણી ના વાડણ
કુંવરબા સાથે પરણ્યા હતા અને મોખડોજી ને ડુંગરજી ના નામ ના પુત્ર થયા ત્યારે બાદ બીજા
બે પુત્રો પણ મોખડોજી ને થયા હતા મોખડાજી ના મરણ પછી તેમના કુંવર ડુંગરજી ગાદી એ ઈસ. 1347 મા બેઠા તેમને પીરમ છોડી
પોતાની રાજધાની ગોધા મા બેસાડી ઈસ. 1370 મા ડુંગરજી સ્વરગવાસી થયા ત્યારે
બાદ તેમના નાના ભાઈ સમરસિંહ એમની માણી સાથે એમના મોસાળ રાજપીપલા જઈ ને રહ્યા અને તે
આખરે રાજપીપલા ના રાજા બન્યાં.
ડુંગરજી પછી તેમના પુત્ર વિજોજી ગોધા ની ગાદી એ આવ્યા ઈસ 1395 સુધી રાજ કર્યું ત્યારબાદ તેઓ
મરણ પામ્યા તેમને કાનજી રૂડોજી અને રામજી એમ ત્રણ દીકરા ઓ હતા સૌથી મોટા કાનજી ગાદી
એ બેઠા અને બીજા ભાઈઓ ને આજુ બાજુ ના ગામ ગરાસ આપવા મા આવ્યા કાનજી ના પુત્રો થયા સારંગજી અને જેમલજી. સારંગ જી એ ગોધા ની ગાદી પર સત્તા
સ્થાપી અને ઈસ. 1445 સુધી રાજ કરી દેવલોક પામ્યા.
સારંગજી પછી તેમના પુત્ર શિવદાસ ગાદી એ બેઠા શિવદાસજી ના પુત્ર જેતજી ત્યારે બાદ
ગાદી એ આવ્યા જેતજી ને રામદાસ અને ગંગાદાસજી નામ ના પુત્ર થયા જેમાં રામદાસજી ગાદી
એ બેઠા ગંગાદાસજી ને ચમારડી નો ગરાસ મળ્યો રામદાસજી પછી તેમના દીકરા સંતદાસજી ઈસ. 1535 એ ગાદી એ બેઠા અને એમના નાના ભાઈ ને ટાણા
ગામ નો ગરાસ મળ્યો. સતા જી દેવલોક થયા એમના ચાર
પુત્ર હતા જેમાં મોટા પુત્ર વિશોજી ગાદી ના વરસ થયા વિશોજી ઉમરાળા ની ગાદી એ બેઠા એમના
નાના ભાઈ દેવાજી પછેગામ વીરાજી ને અવાણીયા અને મોકાજી ને નવાણિયા એ રીતે એમના ભાઈઓ
ને ગરાસ મળ્યા.
ગોહિલ રાજપુત ના મુખ્ય સ્ટેટ : ભાવનગર સ્ટેટ, પાલીતાણા સ્ટેટ.
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”