ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૧)
ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૧)
ગુજરાતના તમામ ક્ષત્રિય રાજપૂત રાજવંશનો ઇતિહાસ
પ્રથમવાર એક જ લેખમાં
ગરાસિયા શબ્દનો અર્થ તથા શરુઆતગુજરાત મા ગરાસિયા શબ્દ ની શરૂઆત 5 મી સદી થી થાય છે.
5 મી સદી થી 12 મી સદી સુધી નો સમય ગાળો રાજપુતો
નો સુવર્ણ યુગ ગણાતો હતો.
મૌર્ય યુગ ના પતન બાદ ગુજરાત મા મૈત્રક વંશ ની શરૂઆત થઈ હતી જેમની ગાદી વલ્લભી હતી. મૈત્રક વંશ એટલે વાળા વંશ. વાળા વંશ ની શરૂઆત ગુજરાત મા ઈસ 475 થી શરૂઆત થઈ હતી. વાળા રાજપુતો એ ઈસ 767 સુધી ગુજરાત મા રાજ કર્યું. વાળા વંશ ના સંસ્થાપક ભટ્ટાર્ક હતા. વાળા રાજપુતો મા અનેક પરાક્રમી રાજ થયા. ઉગાજી વાળા, એભલજી વાળા, એભલજી વાળા એ ઢાંક માં સત્તા સ્થાપી.
આમ વાળા વંશ એ ગુજરાત મા પ્રથમ રાજપુત વંશ ગણાય છે. જેમનાં સ્ટેટ તળાજા વલ્લભી અને ઢાંક મા હતા અને એમના ભાયાતો ને ગામ ગરાસ આપવામાં આવતા જેઓ ગરાસદાર જાગીરદાર રાજપુત થી ઓળખતા.
વાળા વંશ પછી ગુજરાત મા ચાવડા વંશ ની શરૂઆત થઈ.
ચાવડા વંશ
પરમાર રાજપૂતો ની એક શાખા એટલે ચાવડા રાજપૂત
ચાવડા રાજપૂતો નો ઇતિહાસ
પરમાર વંશના મહાપ્રતાપી શાસકોએ ઊજ્જૈનગઢમાં રાજસિહાસન સ્થાપ્યું અને ત્યારબાદ
"ચાહરગઢ" માં રાજ્ય સ્થાપ્યું. ત્યારથી તેમના વંશજો
"ચાવડા" કહેવાયા. આ વંશે અનુક્રમે સેનગઢ, આબુગઢ, માજણોગઢ અને ભિન્નમાલ ગાદી સ્થાપી
આધિપત્ય સ્થાપ્યુ. પણ ત્યાં છાડા રાઠોડ સાથેની તકરારમાં ચાવડા શાસકો ગુજરાત આવ્યા.
આમ વિર વિક્રમાદિત્યથી વિર વનરાજ સુધી છત્રીસ પેઢીઓની પરંપરાઓમાં ધરબાયેલો ઈતિહાસ સૂવર્ણ અક્ષરે કોતરાયેલ
છે. વિક્રમના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં પ્રતાપભાનુજી ચાવડા ભાવનગરની પાસે આવેલ
"ચમારડી" ગામમાં (વલ્લભીનગર) માં રાજ્ય કરતા હતા. આ નગર આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક રીતે સમૃદ્ધ અને વિશ્વ
વિખ્યાત હતુ. કલા, સાહિત્ય વિદ્ધાન, વેપાર વણજમાં અગ્રેસર હતુ. કાળક્રમે વલ્લભીનગરીનું પતન થતાં પ્રતાપભાનુજી ચાવડાએ
પોતાની ગાદી વઢિયાર વિસ્તારના રૂપેણ નદીના કાંઠે વસેલા પંચાસરનગરે સ્થાપી. પ્રતાપભાનુજીના
પરાક્મી પુત્ર જયશિખરીજી ચાવડાએ પોતાની કૂશળ રાજનિતિ અને યુદ્ધ ચાપલ્યથી સતા સામ્રાજ્ય
વિસ્તાર્યુ અને સવૉપરી બન્યા. કાન્યકુબ્જ દેશના કલ્યાણકટકના ચાલુકય રાજવી "ભૂવડે"
જયશિખરીજીની અપાર પ્રશંસા સાભળી પોતાની સામ્રાજ્ય લાલશા વધારવા માટે પોતાના મહાપ્રતાપી
મહારથીઓને ગૂજૅરદેશ જીતવા માટે મોકલ્યા પરંતુ સૂરપાલસિહજી ઝાલાએ પોતાની અપ્રતિમ વિરતાના
દશૅન કરાવી ભૂવડના લશ્કરને ખદેડી મૂકયુ.
પરંતુ સત્તાલાલચુ, જિદ્દી, મિલ્કત પ્યાસા, ભૂવડે ફરી પંચાસર પર હૂમલો કરી બાવન દિવસ સૂધી પંચાસરને ધેરો ઘાલ્યો. જય શીખરીજીએ
સમય પારખી પોતાનો વંશવારસો કાયમ માટે જળવાઈ રહે તે માટે મુલતાનના કુંવરી અને પોતાના
ધમૅપત્ની રૂપસુન્દરીજીને સાળા સુરપાલજી સાથે સલામત સ્થળે રવાના કયૉ. અપ્રતિમ વિરતા
અને અપાર યુદ્ધકૌશલ્યના દશૅન કરાવી જયશિખરીજી કેશરિયા કરતાં કરતાં સ્વગૅ સિધાવ્યા.
પરંતુ જયશીખરીજીની બહાદૂરી અને ઝનુન જોઈ ભૂવડ રાજા અવાક થઇ ગયો. અવણૅનીય શૌયૅથી પ્રભાવિત
થઇ ભૂવડે પંચાસરમાં જયશિખરીજીની યાદ કાયમી રહે તે માટે "ગુજરૅશપ્રાસાદ” બંધાવ્યો
અને “ભૂવડેશ્વર મહાદેવ” ની પ્રતિષ્ઠા કરી. અડાબીડ જંગલના ઓથે ભાઈ સૂરપાલજીના સહારે
જીવન વિતાવતા રૂપસુન્દરીજીને વિક્રમસંવત ૭૫૨ માં વૈશાખ સુદ પૂનમના દિવસે પૂત્રનો જન્મ
થયો. શિલગૂણીસૂરીએ બાળકની અપાર આભા અને પ્રતિભા પારખી તેનુ નામ વનરાજ પાડયું. જયશિખરીજી
ચાવડાના વારસ વનરાજ ચાવડાનો બાલ્યશૈશવ કાળ વઢિયારના વણોદ ગામમાં પસાર થયો.
જયાં તેણે વેન કૂવો બંધાવ્યો અને વનાવી માતાનુ સ્થાનક બનાવ્યુ. સમયના વહેણમાં ચાપા
વાણિયા અને અણહિલ ભરવાડ વનરાજની ત્રિપુટીએ યૂધ્ધ કૂટનિતીથી કેટલાય સ્થળો પર હૂમલા કરી
મા ની મમતા અને મામાનો પ્યાર પામી સફળતાના શિખરો હાંસલ કયૉ. ભૂવડની સેનાને હરાવી પિતા
ના વેરનો બદલો લીધો. જીતેલા પ્રદેશોને એક તાંતણે ગૂથવા માટે વનરાજે મિત્ર અણહિલ ભરવાડે
દશૉવેલ જગ્યા સરસ્વતી નદીના કિનારે આવેલ "લાખ્ખારામ" ગામે વિક્રમસંવત 802 ને મહાવદી સાતમ ને શનિવારે અણહિલપુર
પાટણની સ્થાપના કરી જે લગભગ સાડાપાચસો વષૅથી પણ વધારે સમય સુધી ગુજરાતની રાજધાની રહી
નવ ચાવડા રાજવીઓએ ૧૯૬ વષૅસુધી રાજ્ય ભોગવ્યુ.
(૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિહ (૫) ક્ષેમરાજ (૬) ચામુડ (૭) રાહડ (૮) ભૂવડ (9) સામંતસિહ ચાવડા વંશના છેલ્લા.
રાજવી સામંતસિહની બહેન લિલાવતીબાના લગ્ન "રાજ...” સાથે કરાવ્યા હતા. લિલાવતીબાને
પેટે કુંવરનો પ્રસવ થયો. પરંતુ કમનસીબે લિલાવતીબાનુ અવસાન થયુ. રાજા સામંતસિહનો ભાણેજ
અને લિલાવતીનો પુત્ર મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી તેનુ નામ “મૂળરાજ” પાડવામાં આવ્યુ
અને તેઓ મોસાળમાં મોટા થયા, મૂળરાજે પોતાના મામાને મારી અણહીલપુર પાટણની ગાદી હસ્તગત કરી. આમ, પાટણની ગાદી પર ચાવડા શાસનનો
અંત આવ્યો અને સોલંકી શાસનની શરુઆત થઈ. સામંતસિહ ચાવડાને દેવુબા નામની રાણી હતા. તેમનુ
પિયર સિધ અને મારવાડની વચ્ચે આવેલુ તણોતનગર હતું. ભાટીરાણી દેવુબા પોતાના કુવર
"અહિવનજી” ને લઈ પિયર ગયા અને કેરાકોટના રાજવી “લાખા ફૂલાણી” ના રાજયમાં આશરો
લીધો. લાખા ફુલાણીએ અહિવનજીને મોરગઢ ગામની જમીન નિવૉહ માટે આપી કાળક્રમે મૂળરાજ સોલંકી
સાથેના યુદ્નમાં ફૂલાણી કામ આવ્યા. લાખા ફૂલાણીને વારસદાર ન હોવાથી તેમનો ભત્રીજો
“જામ પૂઅરો” કેરાકોટની ગાદીએ આવ્યો. પૂઅરો પ્રજાપીડક હોવાના કારણે લોકોને ત્રાસપીડા
આપતો હતો. સંઘારજાતિના પીરને ઘાણીએ જોડી કાટાળા ગોખરુ પર ફેરવવા લાગ્યો તેથી પોતાના
ગૂરુ પરના ત્રાસ ને ન જોઇ શકતા સંઘાર લોકોએ અહિવનજી ચાવડાની મદદ માગી. અહિવનજીએ બોતેર
યક્ષ અને ફકીરી લિબાશમાં સિધના દેવલબંદરથી જખૌ બંદરે ઉતરી પધ્ધરગઢ પાસેની ટેકરી પર
પડાવ કરી કિલ્લાની દિવાલ તોડી નાખી. પૂઅરો કચડાઈ મયૉ.બોતેર જવાનો પણ શહીદ થયા જે આજે
પણ "જખબોતેરા” તરીકે પૂજાય છે.
પ્રજાપીડક ક્રુર પૂઅરો હણાતા અહિવન ચાવડાએ મોરગઢમાં નવસો ગામની રાજગાદી કબ્જે કરી.
અહિવનજી ચાવડાથી પૂજાજી ચાવડા સુધીની પંદરપેઢીઓ (1) અહિવનજી (2) વિક્રમસિહ (3) વિભૂરાજ (4) શાદૂલ (5) શેસકરણજી (6) વાઘજી (7) અખેરાજજી (8) તેજસીહજી (9) કરમસિહજી (10) લાખણસિહજી (11) વિરમજી (12) આશકરણજી (13) હૂલસરજી (14) મોકલજી અને તેમના પ્રતાપી પૂત્ર (15) પૂજાજી સુધી કચ્છમાં સંવત ૧૦૬૫ થી ૧૨૦૩ સૂધી એટલે કે ૧૩૮ વષૅ સૂધી શાસન રહયુ.
છેલ્લા રાજવી પૂજાજી ચાવડા અને જામ લાખાજી જાડેજા વચ્ચેના યુધ્ધમા હારી જતા પૂજાજી
કચ્છ છોડી ધારપુર ગામે આવી ચોરાસી ગામની ગાદી સ્થાપી. જયાં અલાઉદીન સાથેના યૂધ્ધમાં પરાજય થયો પરંતુ રોમાંચક ઘટના તરીકે અલાઉદીનના સેનાપતિઓની
હાજરીમાં વંકા વિહોલોએ પાટણને લૂંટી બાદશાહનું નાક કાપ્યુ. અલાઉદીનના સેનાપતી ઉલુગખાને
પૂજાજીનું યુધ્ધ કૌશલ જોઈ વિહોલોને વશ કરવાનું કામ પૂજાજીને સોપ્યૂં. વિશલવાડના નવ
ભાગમાંથી પીલવાઈ અને વડાસણને બાદ કરતાં સાત ભાગ પૂજાજીએ જીતી લીધા. બાદશાહે ખૂશ થઇ
તેમણે જીતેલા બસ્સો અડતાળીશ અને બીજા બાવન ભેટના એમ કુલ ૩૦૦ ગામ બક્ષીશમાં મળ્યા. વિક્રમ
સંવત ૧૩૫૩માં પૂજાજીએ મૂર્હત જોવડાવી અંબાસણમાં ગાદી સ્થાપી.
પૂજાજી ચાવડાએ ૪૬ વષૅ સૂધી રાજય ભોગવી ૭૮ વષૅ ની ઉમરે વિક્રમ સંવત ૧૩૯૯ માં દેહ
છોડયો.
પૂજાજીને બે કૂવરો હતા. (૧) મેસાજી (૨) વનવિરજી.
પૂજાજીનૂ અવસાન થતા. મેસાજી ગાદીએ
આવ્યા. પિતા પૂજાજી ચાવડાની હયાતીમાં જ મેસાજીએ મહેસાણા વસાવ્યુ. તોરણમાતાના પ્રાચીન ગરબાના ઉલ્લેખ મુજબ વિક્રમ સંવત. ૧૩૭૫ (ઈસ.૧૩૧૯) ની પોષ વદ
પાચમે મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યુ. અને તેમના માતૃશ્રી અને રાજપીપળાના
રાજકુવરી પદમાવતીની યાદમાં ”પદ્મસાગર" તળાવ બંધાવ્યુ. મેસાજી ચાવડા નિસંતાન હતા.
તેથી તેમના ભાઈ વનવિરસિહ ગાદીએ આવ્યા અને ત્યારબાદ પાતાળસિહ, નમૅદસિહ આવ્યા અને ત્યારબાદ તેમના
કુંવર જૈસિહજી એ અંબાસણની ગાદી સંભાળી.
જૈસિહજીને ત્રણ કુવરો હતા.(૧) ઈહરદાસજી (૨) સૂરજમલજી (૩) સામંતસિહજી.
જૈસીહજીના અવસાન પછી ૨૫૨ (બસ્સો બાવન ) ગામોને સરખે ભાગે વહેચતા ચોયૉસી ગામોની
જાગીર ઈહરદાસજીને અંબોડ મૂકામે ગાદી મળી સૂરજમલજીએ ચોરાસી ગામો સાથે મહેસાણા મુકામે
ગાદી સ્થાપી (અને ત્યારબાદ તેમના વંશજોએ વરસોડામાં ગાદીસ્થાપી) સામંતસિહજી ચોરાસી ગામો
સાથે અંબાસણમાં રહ્યા. (અને ત્યાથી માણસા ગાદી સ્થાપી).
સૂરજમલજીનાં કુંવર પૂજાજી બીજા શીવદાસજી, સેસાજી, શારદુલજી વગેરેએ મહેસાણામાં ગાદી
ભોગવી હતી. કુવરસાહેબ ગાગજીએ ઈ.સ.૧૫૦૯ માં મહેસાણાથી વરસોડા મૂકામે ગાદી સ્થાપી હતી.
"આવિયો વરસોડાના વિષે મહિપાળ, મહેસાણા તજી દસપાચસે ને પાચટાની સાલ મધૅ ગાગજી (ચાપોત્કટ પૃ.૧૫૮
) આમ ચાવડા શાસકોનો સચોટ ઈતિહાસ આ મુજબ રહયો છે.”
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”