છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ- ૨)
છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ- ૨)
રાજપૂતવંશી ક્ષત્રિય
ઠાકોર અને તેમનો ઇતિહાસ (કેટલાક
કુળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ
કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે.)
છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ :
૧. અટલીયા ૨. અટોદરીયા ૩. અડાજણીયા ૪. અડીયલ ૫. આંબળા ૬. આંબળાવત ૭. ઉમટ ૮. કઠવાડીયા ૯. કારેલિયા ૧૦. કોસાડા ૧૧. કોસમિયા ૧૨. કોઠિયા ૧૩. કુંપાવત ૧૪. ખંગારોડી ૧૫. ખાચર ૧૬. ખેર ૧૭. ખેંગાર ૧૮. ગોથાણા ૧૯. ગોવિન્દાણી ૨૦. ગોહીલ ૨૧. ધરીયા ૨૨. છાસટીયા ૨૩. ચંપાવત ૨૪. ચન્દાવત ૨૫. ચાવડા ૨૬. ચૌહાણ ૨૭. ચુડાસમા ૨૮. જાદવ ૨૯. જાગીરદાર ૩૦. જાડેજા ૩૧. જેઠવા ૩૨. જેતાવત ૩૩. જોદ્ધા ૩૪. ઝાલા ૩૫. ઠાકોર ૩૬. ટાંક ૩૭. ડાભી ૩૮. ડોડીયા ૩૯. ડભોલિયા ૪૦. તરસાડીયા ૪૧. તવર ૪૨. તુંવર ૪૩. તુંવાર ૪૪. દરબાર ૪૫. પઢિયાર ૪૬. પઢેરિયા ૪૭. પુવર ૪૮. પરમાર ૪૯. પ્રાંકડા ૫૦. પિલુદરીયા ૫૧. બાકરોલા ૫૨. બોડાણા ૫૩. બિહોલા ૫૪. બારિયા ૫૫. બારડ ૫૬. ભાટી ૫૭. ભાટારા ૫૮. મંડોરા ૫૯. મકવાણા ૬૦. મસાણી ૬૧. મહીડા ૬૨. મહારાઉલ ૬૩. મહારાણા ૬૪. મહેચા ૬૫. માંગરોલા ૬૬. માટીએડા ૬૭. મિરોલિયા ૬૮. માતોજા ૬૯. મોરી ૭૦. મોટેડા ૭૧. રણા ૭૨. રાણા ૭૩. રાજ ૭૪. રાઠોડ ૭૫. રાઓલ ૭૬. રહેવર ૭૭. રાઉલજી ૭૮. રાયજાદા ૭૯. રાજપૂત ૮૦. લીમ્બોલા ૮૧. વણાર ૮૨. વશી ૮૩. વંશીયા ૮૪. વાંસદીયા ૮૫. વિરપુરા ૮૬. વાઘેલા ૮૭. વડોદરીયા ૮૮. વરણામિયા ૮૯. વણોલ ૯૦. વાળા ૯૧. વિહોલ ૯૨. સાણસિયા ૯૩. સોલંકી ૯૪. સિન્ધા ૯૫. સુરતિયા ૯૬. સિસોદીયા ૯૭. સગર ૯૮. સરવૈયા ૯૯. સોઢા ૧૦૦. સૂર્યવંશી ૧૦૧. શકતાવત ૧૦૨. શેખાવત ૧૦૩. હાડા ૧૦૪. ક્ષત્રિયા.
1. AṬALĪYĀ 2. AṬŌDARĪYĀ 3. AḌĀJAṆĪYĀ 4. AḌĪYALA 5. ĀMBAḶĀ 6. ĀMBAḶĀVATA 7. UMAṬA 8. KAṬHAVĀḌĪYĀ 9. KĀRĒLIYĀ 10. KŌSĀḌĀ 11. KŌSAMIYĀ 12. KŌṬHIYĀ 13. KUMPĀVATA 14. KHAṄGĀRŌḌĪ 15. KHĀCARA 16. KHĒRA 17. KHĒṄGĀRA 18. GŌTHĀṆĀ 19. GŌVINDĀṆĪ 20. GŌHĪLA 21. DHARĪYĀ 22. CHĀSAṬĪYĀ 23. CAMPĀVATA 24. CANDĀVATA 25. CĀVAḌĀ 26. CAUHĀṆA 27. CUḌĀSAMĀ 28. JĀDAVA 29. JĀGĪRADĀRA 30. JĀḌĒJĀ 31. JĒṬHAVĀ 32. JĒTĀVATA 33. JŌD'DHĀ 34. JHĀLĀ 35. ṬHĀKŌRA 36. ṬĀṄKA 37. ḌĀBHĪ 38. ḌŌḌĪYĀ 39. ḌABHŌLIYĀ 40. TARASĀḌĪYĀ 41. TAVARA 42. TUNVARA 43. TUNVĀRA 44. DARABĀRA 45. PAḌHIYĀRA 46. PAḌHĒRIYĀ 47. PUVARA 48. PARAMĀRA 49. PRĀṄKAḌĀ 50. PILUDARĪYĀ 51. BĀKARŌLĀ 52. BŌḌĀṆĀ 53. BIHŌLĀ 54. BĀRIYĀ 55. BĀRAḌA 56. BHĀṬĪ 57. BHĀṬĀRĀ 58. MAṆḌŌRĀ 59. MAKAVĀṆĀ 60. MASĀṆĪ 61. MAHĪḌĀ 62. MAHĀRĀ'ULA 63. MAHĀRĀṆĀ 64. MAHĒCĀ 65. MĀṄGARŌLĀ 66. MĀṬĪ'ĒḌĀ 67. MIRŌLIYĀ 68. MĀTŌJĀ 69. MŌRĪ 70. MŌṬĒḌĀ 71. RAṆĀ 72. RĀṆĀ 73. RĀJA 74. RĀṬHŌḌA 75. RĀ'ŌLA 76. RAHĒVARA 77. RĀ'ULAJĪ 78. RĀYAJĀDĀ 79. RĀJAPŪTA 80. LĪMBŌLĀ 81. VAṆĀRA 82. VAŚĪ 83. VANŚĪYĀ 84. VĀNSADĪYĀ 85. VIRAPURĀ 86. VĀGHĒLĀ 87. VAḌŌDARĪYĀ 88. VARAṆĀMIYĀ 89. VAṆŌLA 90. VĀḶĀ 91. VIHŌLA 92. SĀṆASIYĀ 93. SŌLAṄKĪ 94. SINDHĀ 95. SURATIYĀ 96. SISŌDĪYĀ 97. SAGARA 98. SARAVAIYĀ 99. SŌḌHĀ 100. SŪRYAVANŚĪ 101. ŚAKATĀVATA 102. ŚĒKHĀVATA 103. HĀḌĀ 104. KṢHATRIYĀ.
ઉપર જણાવેલ કૂળોમાંથી કેટલાક અસલ રાજપૂત શાખાઓ લખાવે છે; જ્યારે કેટલાક કૂળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે.
રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ - વસતી અને વસવાટ :
સૌરાષ્ટ્ર સિવાયના
ગુજરાતના ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતના આ ક્ષત્રિયોની વસતી લગભગ ૪૫% જેટલી છે.
આમાં ઉત્તર ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દરબારો, ઠાકોરો, મધ્ય ગુજરાતના ઠાકોર (પાટણવાડીયા, બારૈયા-બારીયા) વિગેરે છે. આ વર્ગની મુખ્ય કોમો બૃહદ ખેડા
જીલ્લો, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને પંચમહાલ
જીલ્લાઓમાં જોવા મળે છે. અન્ય જગ્યાએ આ ક્ષત્રિયોની વસતી નહીવત છે. સૌરાષ્ટ્ર અને
કચ્છ વિસ્તારમાં આ ક્ષત્રિય ઠાકોર કે દરબારોની વસતી જોવા મળતી નથી.
ઉત્તર ગુજરાતના
મહેસાણા અને પાટણ પ્રદેશના આ ઠાકોરો મોટેભાગે રજપૂત શાખ જ દર્શાવે છે. અને તેઓની
રજપૂત અટકો પણ છે. રજપૂત અટક સિવાય પણ અન્ય અટક કે શાખો જોવા મળે છે. જેમકે બાપ
અટક, ગામ અટક વિગેરે.
બૃહદ ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર, માતર, બોરસદ, ઠાસરા, મહેમદાવાદ, નડીયાદ, ખંભાત, વિગેરે તાલુકામાં પણ રજપૂત અટકો અને શાખ જોવા મળે છે. અને બાપ
તેમજ ગામ અટકો પણ કેટલાક ક્ષત્રિયો લખાવે છે. સાબરકાંઠા વિસ્તારના બાયડ, પ્રાંતિજ, મોડાસા, મેઘરજ, ઇડર, હિંમતનગર તેમજ
બનાકાંઠાના કાંકરેજ, વાગડોદ, ડીસા, રાધનપુર, પાલનપૂર, વડગામ વિગેરે
વિસ્તારમાં આ કોમો મોટા સમૂહોમાં વસવાટ કરે છે. જયારે અમદાવાદ જીલ્લાના અમદાવાદ
શહેર, દસક્રોઇ
વિસ્તાર અને તેની આસપાસના પરાં વિસ્તાર
તેમજ, ગાંધીનગર
જીલ્લાના દહેગામ, કલોલ વિગેરે જ્યારે
પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, વડોદરા જીલ્લાના સાવલી, વડોદરા, પાદરા વિસ્તાર વિગેરે જગ્યાએ આ ખમીરવંતી અને સ્વમાની તેમજ
લડાયક સ્વભાવની આ ક્ષત્રિય જાતિઓ મોટા મોટા સમૂહોમાં વસવાટ કરે છે. કેટલાક
પ્રદેશોમાં ઠાકોર ક્ષત્રિય વસતીના સળંગ પટ્ટા જોવા મળે છે. ચુવાળ પ્રદેશ, કટોસણ પ્રદેશ, વિરમગામથી લઈને
બહુજરાજી વિસ્તાર વિસ્તાર, આ ઉપરાંત પાટણ વિસ્તાર, અને ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર અને બોરસદ, બનાસકાંઠાના રાધનપુર,કાંકરેજ વિગેરે
વિસ્તારોમાં આ કોમોના સળંગ પટ્ટા જોવા મળે છે.
ઉપરાંત મહેસાણા
જીલ્લાના ખેરાળુ, વડનગર, વિજાપુર, વિસનગર, સિદ્ધપુર વિગેરે વિસ્તારોમાં ઠાકોર જાતિના વિશાળ સમૂહો કે
જૂથો જોવા મળે છે. મૂળે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સમગ્ર કોમને ઠાકોર, રજપૂત, દરબાર, ઠાકરડા વિગેરે જેવા
ઉપમાવાચક નામોથી ઓળખવામાં આવતા હતા. અને આજે પણ આ કોમને ઉપર મુજબના સંજ્ઞાવાચક
નામોથી ઓળખવામાં આવે છે.કડી સર્વસંગ્રમાં જણાવ્યા મુજબ આ ક્ષત્રિય કોમો જુદા જુદા
પ્રદેશોમાં ઉપર જણાવ્યા મુજબની શાખોથી ઓળખાય છે. મહીકાંઠા ડીરેકટરીમાં દર્શાવ્યા
મુજબ મહીકાંઠા એજન્સી વિસ્તારમાં અંગ્રેજ હકુમત સમયે સાબરકાંઠા વિસ્તારના ઇડર, હિંમતનગર, નાની મારવાડ, તેમજ મહેસાણા
જીલ્લાના કટોસણ બાવીસી, આંબલીયારા, બાંભર, દીયોદર, થરાદ ડીસા તાલુકો, કાંકરેજ, વડગામ વિગેરે વિસ્તારના ઠાકોરોને મહેવાસી તરીકે ગણાવ્યા
હતા. આ સમગ્ર વિસ્તારના આ ઠાકોરો કે દરબારોએ અંગેજ સલ્તનત સામે પ્રતિકારો કરેલા
જેઓને અંગ્રેજોએ તોફાનીઓ તરીકે વર્ણવેલા. પરંતુ તેઓ તોફાનીઓ ન હતા, જંગે ચડેલા બહાદુર
સૈનિકો હતા. એક જંગ હતો. છીનવાતી આઝાદીની રક્ષા કરવાનો જંગ હતો. આ પ્રતિકાર
અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતને મંજૂર ન હતો. તેથી
અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતે
મહીકાંઠા વિસ્તારના ઉપર જણાવેલા કેટલાક વિસ્તારના આ ક્ષત્રિયોને
મેવાસી(તોફાની) ગણાવ્યા હતા. હાલ ઉત્તર ગુજરાતના કેટલાક ગામોને મહેવાસી કે મેવાસી
કહેવામાં આવે છે.
વિસ્તારની દષ્ટીએ
બનાસકાંઠાના ઠાકોરોનો પરગણાનો વિસ્તાર સાંતલપુરથી શરુ થઈને છેક વડગામ સુધીનો છે.
અને આ સમગ્ર વિસ્તાર પાટણ સુધી ફેલાયેલો છે. આમ બનાસકાંઠાના ઠાકોરો મૂળે
બનાસકાંઠાના હોઈ પોતાના સંબંધી ભાયાતોને માન આપીને બોલાવે છે. બનાસકાંઠા
વિસ્તારમાં મૂળ ઠાકોર અને કેટલાક વિસ્તારોમાં કોળી ઠાકોર પણ જોવા મળે છે. આમ છતાં
બાનસકાંઠાના ઠાકોરો અને મહેસાણા જીલ્લાના વિસ્તારના ઠાકોરોના વ્યવહારઓમાં ઘણો
તફાવત જોવા મળે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારના ઠાકોરો પોતાની દીકરી આપે છે અને
લાવે છે પણ ખરા. જ્યારે મહેસાણા વિસ્તારાના કેટલાક ઠાકોરો જ્યાંથી કન્યા લાવે છે ત્યાં
દીકરીને આપતા નથી.અને જ્યાં દીકરી આપે છે ત્યાંથી કન્યા લાવતા નથી. જો કે વડનગર
અને વિસનગર વિસ્તારના ૧૨ પરાંના વિસ્તારમાં આમાં કેટલોક અપવાદ છે. જે ઠાકોરો બાર
પરાં ગોળમાં જોડાયેલા છે તે એક બીજાને કન્યાઓ આપે છે અને લે છે પણ ખરા. થોડાક
સમયથી આ ગોળમાં જ કન્યાઓ આપવા લેવાનો વ્યવહાર વિકસિત થતો જોવા મળ્યો છે. આમ થવાથી
સગોત્ર લગ્નો થવાનો સંભાવના વધી જવાની શક્યતાઓ રહેલી
પાટણ, બનાસકાંઠાના પાલવી
ઠાકોરો-પાલવી દરબારો એ પોતાના સામાજિક વ્યવહારો જાળવી રાખ્યા છે એ એમની ખાનદાની
રીત છે. જ્યારે મહેસાણા જીલ્લાના પાલવી ઠાકોરો એ સામાજિક વ્યવહારો જાળવવામાં ઉણા
ઉતર્યા છે. તેમ છતાં શિક્ષણ નું પ્રમાણ હોવાથી વધુ આધુનિક બનવા પામ્યા છે. એ જ
રીતે ખેડા-આણંદ જીલ્લાના ક્ષત્રિયો માં પણ આધુનિકતાનું વધુ પડતું આંધળું અનુકરણ
થવા પામ્યું છે. આધુનિક ઠાકોરોમાં ક્ષત્રિય અટકો ઉપરાંત તેમના ગામ અથવા તો
કુટુંબના વડવાના નામ પરથી અટકો થયેલી જોવા મળે છે. જ્યારે મહેસાણા જીલ્લાના
વિસ્તારમાં ઠાકોરોમાં માત્ર ક્ષત્રિય જ
અટક રાખેલી જોવા મળે છે. હાલમાં આ સમગ્ર કોમ ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારમાં
ઠાકોર કે દરબાર કે રજપૂત તરીકે ઓળખાય છે. જ્યારે મધ્ય ગુજરાત બાજુ ઠાકોર કે
પાટણવાડીયા કે દરબાર તરીકે પોતાને ઓળખાવે છે. જ્યારે રાજઘરાના લોકો હજુ પણ આ સમગ્ર
ક્ષત્રિય કોમને તેમનાથી નીચા માને છે.
વર્તમાન અને
ભૂતકાળમાં ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય કોમથી કણબીઓ કે કડવા પટેલો ડરીને ચાલતા ચાલે
છે. અને હાલમાં પણ આ કોમનું વર્ચસ્વ અને જો હુકમી યથાવત રહેલુ છે. આ વિસ્તારમાં
ઘણા બધા કુરીવાજો અને અન્દ્ધશ્રદ્ધો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આનુ કારણ આ
વિસ્તારની આ ક્ષત્રિય કોમનું આર્થિક પછાતપણુ જવાબદાર છે. વળી ગાયકવાડ અને બ્રીટીશ
સલ્તનતના વખતે પટેલોની વગ સારી એવી હતી. જેના કારણે કેટલાક અમીન અને દેસાઈ તેમજ
દરબાર તરીકે આ પટેલ કોમ ઓળખાતી. હવે સૌ પોતાને પાટીદાર તરીકે ઓળખાવે છે. જો કે
સ્વતંત્ર ચળવળ સમયે કેટલાય ઠાકોરોએ શહીદી વ્હોરેલી છે. પરંતુ આ બધાને મેવાસી કે
બહરવટીયા તરીકે ઉપમા આપવામાં આવી છે. મોગલ અને ગાયકવાડ સલ્તનત વખતે ખેડા જીલ્લાના
પટેલોએ પોતાની વગના કારણે પાટીદાર તરીકે પોતાની ઓળખાણ આજે પણ જાળવી રાખી છે. અને એ
જ રીતે ઉત્તર ગુજરાતના નાના નાના ઠાકોરો કે દરબારોએ પોતાનુ વર્ચસ્વ જાળવી રાખ્યું
અને તેની હુંફ આજે પણ અકબંધ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના ઠાકોરોમાં આજે પણ એકતા
જોવા મળે છે જ્યારે મધ્ય ગુજરાતની આ ક્ષત્રિય કોમમાં એકતાનો અભાવ છે. આ વિસ્તારની
ક્ષત્રિય પ્રજાની ગરીબાઈનુ પણ કારણ આ કોમની એકતા નથી તે જ છે.
આજે પણ આ વિસ્તારના
ઠાકોરો એક બીજા સાથે ઉંચનીચના ભેદભાવમાં જ મ્હાલે છે. આ વિસ્તારમાં રોજગાર ધંધા
અને ફળદ્રુપ જમીનો હોવા છતાં કેટલાક કુરીવાજો, અંધશ્ર્દ્ધાઓ અને ખોટા વ્હેમો અને દારુ – જુગાર
જેવી બદીઓને કારણે આ વિસ્તારની આ ક્ષત્રિય કોમ આજે પણ પછાત રહી જવા પામી છે. આજે આ
વિસ્તારમાં પટેલ કોમ અગ્રેસર છે. જ્યારે આ વિસ્તારની કેટલાક ગણ્યા ગાંઠ્યા પરીવારો
સિવાય આ સમગ્ર ક્ષત્રિય કોમનો મોટો વર્ગ મજૂરી પર આધાર રાખે છે. ટૂંકી જમીનો અને
ખોટા ન પોષાય તેવા ખર્ચા અને વ્યવહારો ને કારણે અહીની મોટા ભાગની પ્રજા આર્થિક
રીતે આજે પણ સબળ નથી. ચુંવાળ પંથક બાજુના પાલવી દરબારો, ઠાકોરો આજે પણ
પોતપોતાને અલગ અલગ ઓળખાવે છે. કેટલાક પોતાને રજપૂત તરીકે પણ ઓળખાવે છે. આમ હકીકત
જોવા જઈએ તો મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ અને ખેડા જીલ્લાના ઠાકોરો-દરબારો લગભગ એક જ
હોય તેમ જણાય છે.
સરકારશ્રીએ બક્ષીપંચ
અને કેન્દ્રના ધોરણ આર્થિક પછાતપનો લાભ આપેલ હોવાથે હવે બદલાયેલી પરિસ્થિતિના કારણે
આ તમામ કોમો એકબીજાની નજીક આવવા લાગી છે. શૈક્ષણિક રીતે આ સમગ્ર સમાજ હવે આગળ આવવા
માંડ્યો છે. હવે સૌ બધાને એકજ માને છે. હવે દીકરીઓ માટે ઉંચાકુળની સરખામણીએ શૈક્ષણિક
રીતે આગળ પડતા કુંટુંબની ઓળખાણ પહેલાં જોવામાં આવે છે.
રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ - પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિ :
ઉત્તર ગુજરાત અને
મધ્ય ગુજરાતના લોકોમાં પહેરવેશ બાબતે આજે પણ ભિન્નતા જોવા મળે છે. ઉત્તર ગુજરાત
બાજુના આ કોમના પુરુષો આજે પણ ઘેરદાર ધોતિયુ પહેરે છે. જ્યારે કાનમાં કડીઓ કે
મરચીઓ તેમજ કેડમાં કંદોરા વિગેરે ધારણ કરે છે. પહેલાના સમયમાં તેઓ તલવાર કે ધારદાર
હથીયાર યા તો કેડમાં છરો કે છરી ફરજીયાત રાખતા. હાલમાં પણ કેટલાક યુવાનો પોતાના
રક્ષણ માટે ધારદાર છરા અંગત રીતે રાખે છે. ઉપરાંત જ્યારે પણ ખેતરમાં કે વગડે
જવાનું થાય ત્યારે હાથમાં ધારદાર ધારીયું તો હોય છે. લગ્ન પ્રસંગે માથે સાફો કે
પાઘડી ધારણ કરે છે. ઉત્તર ગુજરાતના કેટલાક લોકો કાનમાં ગોખરુ પણ પહેરે છે. જે એક
પ્રકારનું સોનાનું ઘરેણું છે. બૂટ, મોજા, ઘેરધાર ધોતિયું અને પહેરણ એ આ વિસ્તારના પુરુષોનો મુખ્ય
પહેરવેશ છે. હવે યુવાનો ધોતિયાની જગ્યાએ પેંટ અને શર્ટ પહેરે છે.
ક્ષત્રિય ઠાકોર વર્ગની ઉત્તર
ગુજરાતની સ્ત્રીઓ પોતાના વડવાઓના ચાલ્યા આવતા પરંપરાતગત પહેરવેશ તરીકે ઘેરદાર ૫ થી
૧૦ મીટરના જુદા જુદા રંગના ઘાઘરા પહેરે છે. લાજ વાળવાનો રીવાજ હાલમાં પણ મોજૂદ છે.
પરીવારમાં વડીલો હોય તેવા તમામની મર્યાદા રાખીને લાજ કાઢવામાં આવે છે. પરીવારમાં
સસરા, જેઠ, વડ સસરા તેમજ જમાઈની
પણ લાજ વાળીને માર્યાદાઓ હજુ પણ જાળવી રાખવાનો રીવાજ આ સમાજમાં ચાલે છે. સાસુ, સાળાની પત્નીઓ અને
સસરા પક્ષની તમામ સ્ત્રીઓ જમાઈની લાજ વાળીને પોતાનો માન મરતબો જાળવી રાખે છે. પાણી
ભરીને આવતી જે જતી તેમજ માથે ચારનો ભારો ઉપાડીને આવતી આ સમાજની કોઇપણ સ્ત્રી (વહુ)
પોતાનાથી મોટા કોઇપણ પુરુષને માન આપવા રસ્તામાં બાજુમાં ખસીને ઉભી રહી પોતાની
મર્યાદાને જાળવી રાખે છે. જો કે ગામડામાં આ ક્ષત્રિય જાતિ સિવાય અન્ય જાતિની સ્રીઓ
દ્વારા પણ લાજ વાળવાની પ્રથાઓ જાળવી રાખી છે. જો કે હાલમાં આ રીવાજ અસ્થાને છે પણ
પોતાની પર્ંપરાઓ અને સંસ્કૃતિની જળવણીમાટે આવી પ્રથાઓ ચાલુ રાખવી જરુરી છે. મેવાસી
તેમજ ઠાકોરો અને દરબારોના ગામોમાં આજે પણ સ્રીઓ પૂરેપૂરો મલાજો રાખે છે. કેટકેલ
સ્થળે વિધવાઓ પણ આઘેરુ ઓઢે છે. આમ છતાં આ વિસ્તારમાં આ કોમોમાં અલગ અલગ પોષાકો પણ
જોવા મળે છે. ગરાસિયાઓ ચારે છેડે ધોતિયુ અને માથે લીલા રંગનો ૧૦ થી બાર હાથનો
ફેંટો બાંધે છે અને ખભે લીલા રંગનો રૂમાલ પણ રાખવાની પરંપરા હતી. પાલવી
દરબારોમાં લાલ રંગના ફેંટા પહેરવાનો રીવાજ
હાલમાં પણ મોજુદ છે.
ઉત્તર અને મધ્ય
ગુજરાતના ક્ષત્રિય- ઠાકોરો મોટે ભાગે રજપુત- રાજપુત ઠાકોરો છે. પરંતુ અનુલોમ અને
પ્રતિલોમ જેવા લગ્ન વ્યવહારો ને લીધે જુદા જુદા અનેક દરજ્જાઓમાં વિભાજીત થયેલા
જોવા મળે છે. જાતવંત લોહી- મિશ્રણથી ઉદ્ભવેલી હાજરો ખમીરવંતી જાતિઓએ મા ભોમને
વિદેશી આક્રમણકારીઓથી રક્ષિત કરવા પોતાના રકતથી પવિત્ર ધરતીને રંગીને કાયમ માટે
ભારતમાતાની ગોદમાં પોઢી ગઈ છે. જે બગીચામાં રંગબેરંગી ફુલોમાં વિવિધ પુંકેસરો
ઊડીને વિધવિધ સ્ત્રીકેસરોમાં ઢળી પડ્યાં, એનાં અંતરમાં ઉતારા કરી લીધાં, એમાં કોઇ કોઇ ફુલોની
પાંખડીયે એકસામટા સાત સાત રંગોની જેમ ભાત પડેલી છે એમાંથી આવો ભાતીગળ ફાલ નીપજ્યો
અને ગુલબોએ અને ગલગોટાએ કૈ કૈ રંગો બદલ્યા છે ને હજુ લોહી – મીશ્રણ પુષ્પોની
દુનિયમાં ચાલી રહ્યું છે એવું ભુતકાળમાં ક્ષત્રિયા અને અન્ય જાતિઓમાં લોહી-મીશ્રણો
થયેલાં પુષ્પની દુનિયામાં જે બન્યું એવું જ આ ગુજરાતની સોરઠ,તળ ગુજરાત અને
ગુજરાતમાં પણ ક્ષત્રિયા પ્રજામાં બની ગયું હતું.
જેને આજે આપણે “ કાંટીયા વરણ ” કહીને જેની અવગણના કરીયે છીયે,તે બધી જાતિઓના
ચહેરા નીરખીને જુઓ: એના પહેરવેશ, રીતરિવાજ, દાઢીમુછના વળાંક,આંખોની અણીઓ, ભમ્મરનાં ભાલાં નિહાળો; એની રમણીઓના અંગ-લાવણ્ય, અવાજની મીઠાશ,ગાવાની હલક, ઓરડની કલા- દિવલો પર
લીંપીને ભાત પાડવાની કલા- કારીગીરી, એ બધું તપાસો; એ બધામાં અનેકવિધ સંસ્કારોની રળીયામણી ભાત પડેલી છે.
આ બધાં પણ ભાતભાતના
લોહી-મીશ્રણમાંથી રંગાઈને ખીલેલાં માનવ પુષ્પો છે. એક મેરાણીના દેહને નિહાળો;ચોવીસેય કલાક
પરિશ્રમ કરતી કણબણ જેવા સ્નાયુઓ છે, રાતદિવસ ધુળમાં રોળાતાં રોળાતાં એ અંગોમાં રાણીવાસની કોઇ
તન્વંગી રજપૂતાણીનાં રૂપ નીતરે છે અને છતાંય કામદેવની કામઠી સરીખાં એનાં નેણની
નીચે કોઇ ચારણી જોગમાયાની અગ્નીઝરતી આંખો ઝગે છે. એવી જ રીતે એના પુરુષને તપાસો
અને પછી એ સાંતી હાંકતો કણબી છે, થોભાળો રજપૂત છે કે દેવીને પૂજનારો કોઇ ચારણ છે, તે શોધવાની રમણીય
મૂંઝવણ અનૂભવો. અનેકવિધ લોહી-મીશ્રણથી રંગાઈને જન્મેલી સુવાસ શૌર્યકથાઓ,પ્રેમકથાઓ, સુખ:દુખના રાસડાઓ, વાજિંત્રો, કલા-કારીગીરીઓ,નૃત્યો- શોખ અને ગોર
ગોરમટીને રૂપે મંદ મંદ મહેકી રહી હતી, સમસ્ત જીવનને એણે સુવાસિત બનાવ્યું હતું. આજ એ સુવાસ ઉપર રજ
ચડી ગઈ છે. આજ સંસ્કૃતિના પારણાંમાં હીંચેલી એ બધી જાતિઓ બળાત્કારે જીવે છે. વિકૃત
બનીને ઊલટું આપણી સંસ્કૃતિને વિશે ભુલાવો ખવરાવે છે.
આ જે આપણે આપણી સંસ્કૃતિને દાવ પર
લગાવીને સમસ્ત ક્ષત્રિય સમાજને અલગ અલગ જાતિ સમુહોમાં વિભાજીત કરીને પોતાના પગ ઉપર
કુહાડો મારી રહ્યા છીયે. જેમ ફુલને ફુલ જ અને વૃક્ષને વૃક્ષ જ કહેવાય, એમ ક્ષત્રિયની ઓળખણ
એક જ હોય; ભલેને પછી ડળીઓ કે
શાખાઓ અનેક કેમ ના હોય. ક્ષત્રિય એ એક વિશાળ વટ્વૃક્ષ છે અને રજપૂત, ઠાકોર, દરબાર,ગરાસીયા, પાલવી, વિગેરે એ બધી શાખાઓ
કે પ્રશાખાઓછે. આ પ્રશાખઓને પાંદડાં અને ફુલ પણ હોય છે. પરંતુ પાંદડાં અને ફુલ
વિના ડાળી ના શોભે અને ડાળી વિના વૃક્ષ, વૃક્ષ ના રહેતાં થડીયું બની જાય એમ આ સમસ્ત ક્ષત્રિયા
સમાજના જાતિ સમુહો, પેટાજાતિઓ અને પેટા શાખાઓથી આપણો સમસ્ત સમાજ સુશોભિત છે.
ક્ષત્રિયા સંસ્કૃતિની જાળવણી અને એની ધરોહરને સાચવી રાખવાની જવાબ્દારી
આપણા સૌની સરખી છે. તાળી હમેશાં એક હાથે ના પડે. હજારો વર્ષોથી આપણા પૂર્વજો આપેલા
બલીદાનોને વિસરવા એ આપણી પડતીનું સૌથી મોટું કારણ હશે. વિરાશતને કોરાણે ના મુકી
શકાય. આપણી ખાનદાની, સ્વભાવગત અને ખુમારીને ભુલાવી દેવી એ આપણી ભુલોની મોટી ભુલ
ગણાશે. જય હો. (ભવાનસિંહ)
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”
વધુ અગામી પોસ્ટ માં : ક્ષત્રિય ઇતિહાસ, ક્ષત્રિય વંશ, ક્ષત્રિય અટકો, ક્ષત્રિય રાજપૂત, ક્ષત્રિય ઠાકોર, દરબાર
More in Next Post : Kshatriya History, Kshatriya Dynasty, Kshatriya Surnames, Kshatriya Rajput, Kshatriya Thakor, Darbar
જય માઁ ભવાની.. જય ક્ષાત્રધર્મ..
લેખક : ભવાનસિંહ ઠાકુર ( રભાતર પરમાર) ૯૪૨૭૦૬૩૨૨૪ (તારીખ: ૦૭-૦૯-૨૦૧૬)
સંકલન : શ્રી દિવ્યનિમેષસિંહ રાઠોડ (અમદાવાદ, ગુજરાત)
Editing : Shri Divyanimeshsinh Rathore (Ahmedabad, Gujarat)
લેખક : ભવાનસિંહ ઠાકુર ( રભાતર પરમાર) ૯૪૨૭૦૬૩૨૨૪ (તારીખ: ૦૭-૦૯-૨૦૧૬)