ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય | Injustice of Historians with Kshatriya
ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય | Injustice of Historians with Kshatriya
ભારતનો ઈતિહાસ
મુખ્યત્વે, શરુઆતમાં વિદેશી
ઈતિહાસકારો કે જેઓ, ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી
જાતિઓના સમુદાયના હતા અથવા તેમના દાસ કે
ગુલામ હતા. તેઓએ લખ્યો; કે જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ
તેઓને ભારતની પરંપરાઓ, રીતરીવાજો
કે સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા
વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને
અથવા તેમાં જોડ - તોડ કરીને આપણા ઈતિહાસકારોએ પણ, વસ્તુ – સ્થિતિના ઉંડાણમાં ગયા વગર, અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું છે, ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે, જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી અધ્યાયની શરુઆત છે.
ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય | Injustice of Historians
with Kshatriya
ઈતિહાસમાં ક્ષત્રિય (Kshatriya)
ઈતિહાસમાં નજર કરો તો 7 મી સદી સમ્રાટ હર્ષવર્ધન ના સમય પહેલાં ક્યાંય જાગીરદાર (Jagirdar), રાજપૂત (Rajput), ઠાકોર (Thakor), કાઠી (Kathi), નાડોદા (Nadoda) કે કારડીયા (Karadiya) આવા શબ્દો નો ક્યાંય ઉલ્લેખ જ નથી. શૂરવીર પરાક્રમી ને રક્ષણ કરનાર ઈ જ ક્ષત્રિય (Kshatriya). ભારતનો ઈતિહાસ મુખ્યત્વે,
શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો
કે જેઓ,
ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના
સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા, તેઓએ લખ્યો.
ક્ષત્રિય (Kshatriya) એટલે શું ?
પૂર્વકાળમાં જ્યારે ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ (Ramayana),
મહાભારત (Mahabharat) વિગેરમાં ક્ષત્રિય (Kshatriya) શબ્દો ભગવાન શ્રી રામ (Shri Ram) અને ભગવાન શ્રી કૃષ્ણ (Shri Krishna) માટે વપરાયેલા જોવા મળે છે. ફક્ત લડાયક પ્રજા માટે ક્ષત્રિય (Kshatriya) શબ્દ વપરાતો હતો. લગભગ છેક છઠ્ઠી સુધી પણ ક્ષત્રિય (Kshatriya) શબ્દો નો ઇતિહાસમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. પરંતુ છઠ્ઠી સદી પછી છેક નવમી સદીમાં બુદ્ધ ધર્મના અસ્ત પછી જ્યારે શંકરાચાર્ય (Sankaracharya) દ્વારા વૈદિક ધર્મ એટલે કે સનાતન ધર્મ (Sanatan Darma) ની શરૂઆત થઈ ત્યારે જાતિ વ્યવસ્થા અને જાતિ ભેદ વધુ પ્રમાણમાં દ્રઢ થવા લાગ્યો તેથી દરેક જાતિઓ એ પોત પોતાનાં સમાજની મર્યાદાઓ સીમિત કરી નાખી. આવી સમાજ મર્યાદાઓ ક્ષત્રિય (Kshatriya) સમાજ ને પણ બંધનકર્તા બની.
ભારતનો ઈતિહાસ (History of India)
ભારતનો ઈતિહાસ મુખ્યત્વે,
શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો
કે જેઓ,
ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના
સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા. તેઓએ લખ્યો; કે જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ તેઓને ભારતની પરંપરાઓ, રીતરીવાજો કે સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને અથવા તેમાં જોડ - તોડ કરીને આપણા ઈતિહાસકારોએ પણ, વસ્તુ – સ્થિતિના ઉંડાણમાં ગયા વગર, અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું છે, ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે, જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી અધ્યાયની શરુઆત છે.
ઈતિહાસ માં મને ભણાવ્યા
ઈતિહાસ માં મને બાબરનામા ભણાવ્યા,
દિન એ ઇલાહી ભણાવ્યો,
અકબર ના નવ રત્નો અને જહાંગીર નો ન્યાય ભણાવ્યો,
શાહજહાં નું સ્થાપત્ય અને ઔરંગઝેબ ની સાદગી ભણાવી,
સાથે ...
સાથે ...
રજપૂતો નો કૂસંપ ભણાવ્યો,
મરાઠા નું પતન ભણ્યો,
શીખો ની નિષ્ફળતા ભણ્યો,
ગોરી ગઝનવી ની બહાદુરતા ભણતા ભણતા,
હૂં સોલંકી ...ચૌહાનો ની કાયરતા ભણ્યો ..
તાજ મહાલ ની સુંદરતા ભણતા ભણતા,
હૂં તૂટેલું સૂર્ય મંદિર ભણ્યો ..
અંગ્રેજો નો વતન પ્રેમ ભણતા ભણતા,
અમે ભગતસિંગ ની ગદ્દારી ભણ્યા ..
ગાંધી ની અહિંસા ભણતા ભણતા,
હૂં સાવરકર ની હિંસા ભણ્યો ..
નહેરુ નું બલિદાન ભણતા ભણતા,
હૂં સુભાષ ની ગદ્દારી ભણ્યો ..
ટાગોર ની વિદ્વતા ભણતા ભણતા,
હૂં સરદાર ની અકોણાઈ ભણ્યો ..
કાશ હજુ હું અભણ જ હોત !
- મેરામણ (આઝાદ ભારતના બહાદુર શાષકોએ પ્રજાને વિકૃત ઇતિહાસ ભણાવ્યો છે.)
ક્ષત્રિય (Kshatriya) વંશો
ઇતિહાસકારોએ ક્ષત્રિય (Kshatriya) વંશો વિષે એવું લખ્યુ છે કે, તેઓ પ્રાચિન ક્ષત્રિયોના સંતાનો નથી. ત્યાં સુધી કે ચન્દ્રગુપ્ત મૌર્ય, મહાન અશોક, સમુદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધન વિગેરે જેવા મહાન વીર સપૂતોને ક્ષત્રિયો માનવામાં આવ્યા નથી. (આ વિષે કદાચ કારણ હોય શકે કે આ તમામ ક્ષત્રિયો મુળનિવાસી ભારતિયો હતા.) એવું જ નહી રાજપૂતકાળ ની શરૂઆતમાં જે વીર બંકા પરિહારોએ હર્ષવર્ધનથી પણ વધારે મોટું સામ્રાજ્ય
‘ આસેતુ હિમાલય ’ કર્યું હતુ,
અને તે સામ્રાજ્યનો સમય પોણા બસો (૧૭૫) વર્ષ રહ્યો હતો,
તેઓને પણ વિદેશી શક – હૂણ વિગેરેના સંતાનો કહેવામાં આવ્યા છે. આવા ક્ષત્રિયોની સંખ્યા પુરા ભારતભર માં કરોડોમાં છે. તેટલુ જ નહી આ ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, તિબેટ વિગેરે દેશોમાં આ ક્ષત્રિયો હજારો વર્ષોથી વસવાટ કરે છે. હજારો શિલાલેખ, સેંકડો ભયંકર યુદ્ધો, જળ પ્રલય, દુર્દાંત,
આક્રમણકારીયો ની ક્રુર બર્બર યાતનાઓ
દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરો,
વિશ્વવિદ્યાલયો અને પુસ્તકાલયો નો વિધ્વંસ કરવામાં આવ્યો હોવા છતાં, આજે પણ આપવીતી કરી રહ્યા છે. આમ છતાં આવા કરોડો ક્ષત્રિયોના વારસાગત પ્રાચિન દાવાઓને ધુળ ધાણી, તર્ક વિતર્કોથી આચ્છાદિત કરી ફકત તેમની પ્રાચિનતાને જ નહી, પરંતુ તેઓના સાંસ્કૃતિક અસ્તિત્વને પણ ઉંડો આઘાત પહોંચાડ્યો છે.
ઇતિહાસ અને ક્ષત્રિય (History and Kshatriya)
ઇતિહાસકારો એ ભારતની ભૂમિમાંથી શક અને હૂણોને બહાર તગેડી મુક્યા હતા, એવા મહાન સમ્રાટ વીર ચન્દ્રગુપ્તને પણ ક્ષત્રિય (Kshatriya) ગણ્યા નથી. દુનિયાની દરેક ભાષા અને જાતિનું સાહિત્ય તેના ઇતિહાસનો ધરોહર છે. એ સત્ય છે કે ઇતિહાસકાર સમાજનો સર્જનહાર હોય છે. આથી તેણે યથાર્થ અને કલ્પના ચક્ર પર સાહિત્ય રચના કરવી પડે છે. પરંતુ ખુબજ મહત્વપુર્ણ ગ્રામિણ સાહિત્ય “સત્યમ શિવમ સુન્દરમ” ની આધારશીલા પર ટકી છે. જયશંકર પ્રસાદે ચન્દ્રગુપ્ત નાટકમાં ચન્દ્રગુપ્તને ‘પરમાર(Parmar)’ ક્ષત્રિય (Kshatriya) પુરાણોનો હવાલો આપીને વિસ્તૃત ચર્ચા કરી છે. આવી રીતે ચન્દ્રગુપ્તનો વિવાહ લિચ્છવી વંશની રાજકુમારી કુમારદેવી સાથે થયો હતો. જે ભારતીય નેપોલિયન સમ્રાટ સમુદ્રગુપ્તની માં હતી. સમુદ્રગુપ્તએ પોતાની સ્વર્ણ મુદ્રઓ પર પોતાને લિચ્છવીયોની જાતિ તરીકે ઓળખાણ આપી છે. “यथा लिच्छवी दोहित्र:” ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય નો વિવાહ નાગવંશીય ક્ષત્રિય (Kshatriya) રાજકુમારી કુબેરનાગા સાથે થયો હતો. “ तंत्रो कामद्क “ નામના ગ્રંથ મુજબ મહારાજા એશ્વર્યપાલ ઈક્ષ્વાકુ વંશી હતા અને તેમનો ઉદભવ ગુપ્તવંશથી થયો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પાલવંશી શાસકો, કે જેની સ્થાપક ગોપાલ હતા .જે સૂર્યવંશી કહેવાય છે. તેમની રાજધાની મુંગેર હતી . પ્રતિહારોનો પ્રભાવ અસ્ત થયા પછી પુરા મગધ પ્રદેશ ( બિહાર ) પર બંગાળના પાલવંશી શાસકોનુ શાસન થઈ ગયુ હતું. ધર્મપાલના પુત્રએ ભાગલપુર પાસે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જેના અવશેષો હાલના ખોદ્કામ દરમ્યાન મળી આવ્યા છે.
મન માયકાંગલુ ત્યાં અસ્મિતા ન આવે,
લાચારી ભર્યું જીવન લાલી મુખે ન લાવે,
ધાવણ વિશુદ્ધ ધાવ્યા સંસ્કૃતિ એક માનું,
ખોળો ખુંદીને આવ્યા રહે ના ખમીર છાનું,
પેટમાં ઘૂમનારા ત્રાડો દઈ શકે ના !
“ક્ષાત્રતેજ” એટલેજ ધર્મ તણા બાવડા,
વારસ અમે ખરા છીએ શ્રી રામ – કૃષ્ણના,
ઉજળો ઈતિહાસ દીસે ઈતિહાસ એવા વીર વંશના,
વારસ બન્યા છીએ તો ઋણ પણ ચૂકવીશું !
ક્ષત્રિય (Kshatriya) અમે સ્વધર્મ અમારો બજાવીશું
....
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”
“આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. ”