Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

Gujarat Kshatriya Community


ગુજરાતભર માં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ની એકતા તેમજ શૈક્ષણિક અને સામાજિક સમરસતા માટેનો છે. સમગ્ર ગુજરાત માં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ને એક છત્ર છાયા નીચે લાવી, સમાજ ને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય ની રીતે સક્ષમ અને પગભર કરી, સામાજિક વિકાસ અને પ્રગતિ ના પંથે દિન પ્રતિદિન નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા, સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવાનો તેમજ યુવાઓના હિતોને ધ્યાનમાં રાખી સમાજ સુરક્ષા અને ન્યાય કાયમ કરવાનો અમારો મુખ્ય ધ્યેય છે.

Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

અમારો મુખ્ય ઉદ્દેશ્ય | Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતભર માં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ની એકતા તેમજ શૈક્ષણિક અને સામાજિક સમરસતા માટેનો છે. સમગ્ર ગુજરાત માં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ને એક છત્ર છાયા નીચે લાવી, સમાજ ને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય ની રીતે સક્ષમ અને પગભર કરી, સામાજિક વિકાસ અને પ્રગતિ ના પંથે દિન પ્રતિદિન નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા, સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવાનો તેમજ યુવાઓના હિતોને ધ્યાનમાં રાખી સમાજ સુરક્ષા અને ન્યાય કાયમ કરવાનો અમારો મુખ્ય ધ્યેય છે.

અમારો મુખ્ય ધ્યેય Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

અમારો મુખ્ય ધ્યેય ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ની સેવા સાથે સંકળાયેલા તમામ સંગઠનો ને સાથ સહકાર આપવો સૌને સાથે લઈને ચાલવું તથા એક બીજા પ્રત્યે ભેદભાવ થાય તે માટે મદદરૃપ થવું, નાની મોટી ભૂલો જતી કરવી સમાજ મા રાજકારણ લાવવું. ભલે સમાજ ના માણસો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય દરેક ને રાજકીય ક્ષેત્રે જવા નો હક છે, પણ સમાજ મા રાજકારણ લાવવું. જો આમ નહિ થાય તો સંગઠીત નહિ થવાય. હવે જાગી જાવ એકબીજા ની નાની-મોટી ભુલો જતી કરી સમાજ ને એક કરવા મા વળગી જઇએ.
જે ગયું એને ભૂલી જાવ, પણ જે છે તેણે બચાવી લો નહિતર પણ જતુ રહેશે. કારણ કે આપણે - આપણા સાથે લડીને બીજાને સોંપ્યુ છે. જો આપણે એક થઈ જઈશું, તો કોઈના બાપની તાકાત નથી કે આપણી જમીન, ઈજ્જત કે આપણા માથાનો વાડ પણ કોઈ લઈ જઈ શકે; અને જો બચાવવુ હોય તો પહેલા આપણે એક સાથે મળીને આપણા ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ને મજબુત કરવો પડશે. કામ યુવાનોએ કરવુ પડશે. યુવાનોએ વ્યસનોથી દુર રહીને સમાજના વિકાસ માટે કામ કરવુ પડશે. આપણા સમાજનું ભવિષ્ય એવા આપણા બાળકોને સારુ એજ્યુકેશન મળે તેનુ તેનુ ધ્યાન રાખી તેમને મદદ કરવી પડશે. આપણા દીકરા - દીકરીઓને સારા સંસ્કાર આપવા પડશે. અને બધુ કરવા માટે પહેલા પોતાનામાં બદલાવ લાવવવો પડશે અને એની માટે સક્ષમ બનવું પડશે.

સિંહ પોતાની ઉપલબ્ધીઓ નહીં લખે ત્યાં સુધી,
શિકારીઓની શૌયૅગાથાઓ સાંભળવા મળશે

આપણા ક્ષત્રિય સમાજ એક જ વિચારધારા | Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

બધાને એક વિચારધારા માં લાવવાની જરૂર છે અને વિચારધારા બદલાશે તો, આપો આપ સમરસતા આવશે. અગાઉ પણ સંગઠન ના માધ્યમ થી વાત કહી ચુક્યો છું, પણ યોગ્ય સૂકાંન અને સહકાર વગર કામ થઈ શકે તેમ નથી, કોઈ પણ સમાજના સંગઠનોની પ્રગતિ અટકવાનુ કારણ આપણી અંદર હોય છે.
સંગઠનો કે ટ્રસ્ટો કે સંસ્થાઓ સેવાકીય ભાવના હેતુસર બનાવાતા હોય છે. જેમાં માણસ એકલા હાથે કામ કરવા કરતાં ભેગા મળીને કરે તો સહકાર થકી સરળતા રહે અને અશકય કામો પણ શકય બને, સહેલા બને અને સમાજને મદદ મળી રહે તેમજ મનુષ્ય જીવન જીવ્યાનો અને સાથે કંઈક સારૂ કામ કર્યાનો આનંદ થાય. સારા કર્મનુ ભાથુ બંધાય, મનુષ્ય અવતાર એળે જાય...

સમાજ માટે સમર્પિત Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

જો સમાજ માટે ખરેખર સમર્પિત થવું હોય સમાજ ના દરેક શ્વાસને જાણવા તેણી પાસે જાવ, તેને સંસ્કૃતિધર્મના રક્ષણાર્થે ઉભો કરે એવો વિચાર તેનામાં રેડો અને ફરીથી માં સંસ્કૃતિના લાલ ને વૈદિક વૈચારિક તલવાર પકડાવી આંખ લાલ કરી સંસ્કૃતિધર્મના રક્ષણાર્થે  ઉભો કરો કોની તાકાત છે; સસ્કૃતિનેરાષ્ટ્રને સુરાષ્ટ્ર બનતા રોકવાની.?
આપણે ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) નું  સામાજિકશૈક્ષણિકઆર્થિક અને રાજકીય ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ ઇચ્છતા હોય, ભાવિ પેઢીનું કલ્યાણ સાથે સમાજનો સર્વાંગી વિકાસરૂપિ સોનાનો સૂરજ ઉગે એવું ઇચ્છતા હોય, ક્ષત્રિયોના સુવર્ણકાળ લાવવા માંગતા હોય, અને પુનઃ દબદબો, વર્ચસ્વ અને પ્રભુત્વનું સ્થાપન કરવા માંગતા હોય તો, એક વિચારધારા સમગ્ર ગુજરાતમાં ગુંજતી કરવી પડશે.

બેટી ભેદ ભલે હોય, પણ રોટી ભેદ ના હોવો જોઈએ
ક્ષત્રિય - ક્ષત્રિય  ભાઈ - ભાઈ

ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના મારા ભાઇઓ આપડા સમાજના આર્થીક - શૈક્ષણિક વિકાસ માટે તથા સમાજની એકતા માટે અને બિનરાજકીય રીતે સમાજને એક કરવા, સમાજમાથી કુરીવાજો નાબુદ કરવા, સમાજને શૈક્ષણિક આગળ લાવવા, સમાજના ભાઇઓને ધંધાદારી નોકરીની રીતે મદદરૂપ થવા સમાજના સર્વાગી વિકાસ પ્રગતિ કરી શકે, તો દરેક માણસ પોતાના અનુભવ અને સમાજ સુધારણા કરી શકે છે.

કામ કરે સો એસા કર હો જાયે જગમે વિજય,
લડના હે હમે બુરાઇઓસે કદમ સે કદમ મીલાકર,
લાના હૈ પરીવર્તન ક્ષત્રિય સમાજ મે હાથો સે હાથ મીલાકર,
ડર ક્યા હે તુ જે; તુ કહલાતા હે સાવજ,
મિટાની કહાનિયા પુરાની;
બનાના હૈ ઇતિહાસ નયા ક્ષત્રિયાના એક હે એકજ.

ક્ષત્રિયોના સામાજિક વ્યવહારો Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

હજારો વર્ષ થી ક્ષત્રિયો નાના - નાના વાડા - જુથ ગોળ માં વિભાજીત થઈ ગયાં છે, ને ત્યાંથી આપણું પતન શરૂ થયું છે. અલગ - અલગ પ્રદેશ ગોળ માં ક્ષત્રિયો વચ્ચે બેટી ભેદ ભલે હોય પણ રોટી ભેદ બિલકુલ ના હોવો જોઈએ . સામાજિક વ્યવહારો જેનાં જ્યાં થતાં હોય ત્યાં બરાબર છે; કોઈ ફેરફાર નથી કરવો પણ અત્યારે આપણે ક્ષત્રિયો વિકાસની રૂપરેખા માં  અન્ય સમાજ ની સરખામણી માં ઘણા પાછળ છીએ.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community)  માં અત્યારે અલગ - અલગ ઘણાં સામાજિક સેના સંગઠનો ચાલી રહ્યાં છે; પણ મજબુત પ્લેટફોર્મ ને કુશળ નેતૃત્વ જરૂરીયાત છે જે દિશાહીન લોકો ને એક યોગ્ય નવી દિશા નો માર્ગ બતાવી પ્રગતિ નો પંથ ચડાવે વર્તમાન સમય ની ખુબ આવશ્યકતા કે ક્ષત્રિયત્વ ની ગરિમા માટે એક છત્રછાયા ભવાનીધામ હેઠળ આપણે સૌ એકત્રિત થઈ જઈએ.

સમાજમાં ચાલતા કુરિવાજો Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટાં વ્યસનોમાંથી મુક્ત કરવા સમાજને સ્વચ્છ બનાવવા આપણો સહયોગ કેટલો? આવો સૌ એક પ્રણ લઈએ કે, માજના સંગઠન અને એમની પ્રવુત્તિઓમાં અમારી મર્યાદામાં રહી, શક્તિ એવી ભક્તિ, યથાશક્તિ પ્રમાણે તન-મન-ધનથી સહકાર-સહયોગ આપી મદદરૂપ થઈશું.
અંધશ્રદ્ધા, સામાજિક વ્યસન, મુક્તિ અભ્યાન, કુરિવાજો વગેરે વિષે સમાજમાં જાગૃતિ લાવી, સામાજીક સુધારણા વડે સમાજની પ્રગતિ કરવી. સમાજમાં માનસિક, શારીરીક, નૈતિક તેમજ આધ્યાત્મી કેળવણીનો ફેલાવો કરવા શકય એટલા પ્રયત્નો કરવા. જ્ઞાન તથા માહિતી પીરસે તથા શિષ્ટ વાંચન પૂરું પાડે તેવાં સાહિત્ય, પત્રિકાઓ, મુખપત્રો, પુસ્તકો, પ્રકાશનો વગેરે પ્રસિધ્ધ કરવાં. કુળ, ગામ, ગોત્ર, જ્ઞાતિ, જાતિ વગેરે દ્વારા જન્મતા ભેદભાવો દૂર થાય અને જનસમાજમાં સંપ સહકાર વધે તથા રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાં તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપવું અને મદદ કરવી.

ક્ષત્રિય સમાજ અને રાજકારણ Gujarat Kshatriya Community (ગુજરાત ક્ષત્રિય સમાજ)

એક બીજા પ્રત્યે ભેદભાવ થાય તે માટે મદદરૂપ થવું. નાની મોટી ભૂલો જતી કરવી સમાજ માં રાજકારણ લાવવુ, ભલે સમાજ ના માણસો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય; દરેક ને રાજકીય ક્ષેત્રે જવાનો હક છે, સમાજના સર્વાંગી વિકાસ ને સેવા - લોકકલ્યાણ માટે અમુક વ્યક્તિઓને રાજનિતિમાં હોવું જોઇએ, એટલે અમુક લોકો અલગ - અલગ પાર્ટીઓ સાથે સંકળાયેલા હોઈ શકે, પણ આપણે વાતને ના ભુલવી જોઈએ કે આપણે ભાજપ, કૉંગ્રેસ કે અન્ય કોઈ રાજકિય પાર્ટીના કુખે જન્મ નથી લીધો, આપણે ક્ષત્રિયાણીના કૂખે જન્મ લીધો છે, એટલે એનાં ધાવણની લાજ રાખવી આપણું દાયિત્વ છે, નહીતર જણનારીના કુખે કલંક લાગે, સમાજ માં રાજકારણ લાવવુ. જો આમ નહિ થાય તો સંગઠિત હિ થવાય.
રાજકારણ રાજકારણની જગ્યાએ રાખો. સાથ - સહકારને સહયોગ આપશો તો સમાજનો ભરપૂર સ્નેહ અને માઁ ભવાની ના આર્શિવાદ મળશે. પરંતુ વિરોધ કરી, મનોબળ તોડવા અને ધર્મના કામમાં વિક્ષેપ કરી, હવનમાં હાડકા નાખવા નીકળશો તો સમાજનો પ્રચંડ આક્રોશ અને માઁ ભવાની નો પ્રકોપ સહન નહી કરી શકો. હવે જાગી જાવ એકબીજાની નાની મોટી ભુલો જતી કરી સમાજ ને એક કરવામાં વળગી જઇએ કોઈને પણ કોઈથી તકલીફ થઈ હોય, ઠેશ પહોંચી હોય તો માફ કરજો.
  
દરબાર હોય એવું એકા એક ગામ નકામું,
જો પાછળ સિંહ લાગે તો નામ નકામું,

આમ તો સર્વ ધર્મ એક સમાન..
પણ ક્ષત્રિય થવા પર છે માન!

કુળ વગરનું જીવવું, ભલે ને જીવો વરસ હજાર,
દરબાર થઇ જીવો એક ઘડી,  તો સમજો બેડો પાર.....

આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને
તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું આપણો નૈતિક ધર્મ છે.

વધુ અગામી પોસ્ટ માં : ક્ષત્રિય ઇતિહાસક્ષત્રિય વંશક્ષત્રિય અટકોક્ષત્રિય રાજપૂત, ક્ષત્રિય ઠાકોર, દરબાર

More in Next Post : Kshatriya History, Kshatriya Dynasty, Kshatriya Surnames, Kshatriya Rajput, Kshatriya Thakor, Darbar

જય માઁ ભવાની.. જય ક્ષાત્રધર્મ..

લેખન અને સંકલન : શ્રી દિવ્યનિમેષસિંહ રાઠોડ (અમદાવાદ, ગુજરાત)
Writing and Editing : Shri Divyanimeshsinh Rathore (Ahmedabad, Gujarat)

Popular posts from this blog

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)