ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય | Injustice of Historians with Kshatriya
ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય | Injustice of Historians with Kshatriya ભારતનો ઈતિહાસ મુખ્યત્વે , શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો કે જેઓ , ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા. તેઓએ લખ્યો ; કે જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ તેઓને ભારતની પરંપરાઓ , રીતરીવાજો કે સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને અથવા તેમાં જોડ - તોડ કરીને આપણા ઈતિહાસકારોએ પણ , વસ્તુ – સ્થિતિના ઉંડાણમાં ગયા વગર , અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું છે , ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે , જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી અધ્યાયની શરુઆત છે.